આજકાલ મારામારીના કિસ્સા બહુ વધી ગયા છે, ત્યારે હાલમાં જ ઉત્તરપ્રદેશના જાલૌનની પ્રાથમિક સ્કુલના આચાર્ય સાથે એક માથાભારે વ્યક્તિએ મારામારી કરી છે. તેણે સ્કુલના શિક્ષકને 20 સેકન્ડમાં જ 18 જેટલી થપ્પડ મારી હતી. તેનો વીડિયો હાલ વાઈરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિએ પહેલા શિક્ષક સાથે ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કમલ સિંહ જાટવની પત્ની સ્કુલમાં રસોઈયા તરીકે ફરજ બજાવે છે, તેને વળતર મળ્યું નથી.
આ કારણે નારાજ થયેલા તેના પતિ કમલ સિંહ જાટવે સ્કુલના પ્રિન્સિપાલ સાથે મારામારી કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. મલ સિંહ જાટવની પત્ની સ્કુલમાં રસોઈયાના પદ પર ફરજ બજાવે છે, તેને વળતર મળ્યું નથી. આ કારણે નારાજ થયેલા તેના પતિ કમલ સિંહ જાટવે તેમની સાથે મારામારી કરી છે.
પ્રિન્સિપાલે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આ વ્યક્તિ સામે કાર્યવાહી ન કરવામાં આવી તો સ્કુલ બંધ રહેશે. આ અંગે પ્રિન્સિપાલે પોલીસ સ્ટેશનમાં જાણી કરીને તેમને મારનાર વ્યક્તિ સામે કાર્યવાહીની માંગ કરી છે. આ સિવાય તેમણે જ્યાં સુધી આ વ્યક્તિની ધરપકડ ન થાય ત્યાં સુધી સ્કુલ બંધ રાખવાની પણ ચેતવણી આપી છે.
આ ઘટના જાલૌનના જુગરાજપુરાની છે. અહીંની પ્રાથમિક સ્કુલમાં રાધામોહન બાળકોને ભણાવી રહ્યાં હતા. આ દરમિયાન ગામના જ કમલ જાટવ નામના વ્યક્તિએ સ્કુલમાં આવીને રાધામોહનને ધમકાવ્યા અને તેમને બહાર કાઢીને અપશબ્દો બોલી માર માર્યો હતો. તેણે બાળકોના દેખતા જ પ્રિન્સિપાલને 20 સેકન્ડમાં 18 થપ્પડો મારી દીધી હતી.
આ સમગ્ર ઘટનાનો સ્થાનિક લોકોએ વીડિયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયા પર વાઈરલ પણ કર્યો હતો. આ અંગે પ્રિન્સિપાલે રેંઢર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે કે કમલ સિંહ જાટવની પત્ની સ્કુલમાં રસોઈયાના પદ પર ફરજ બજાવે છે, તેને વળતર મળ્યું નથી. આ કારણે નારાજ થયેલા તેના પતિ કમલ સિંહ જાટવે તેમની સાથે મારામારી કરી છે. પ્રિન્સિપાલે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો આ વ્યક્તિ સામે કાર્યવાહી ન કરવામાં આવી તો સ્કુલ બંધ રહેશે.
( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/25/67_1648191250/mp4/v360.mp4 )
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!