પતિ પત્ની ઓર વો / પતિને પ્રેમિકા સાથે જોઈ જતા પત્નીએ 2 શખ્સ સાથે મળી ઘડ્યું કાવતરું, જુઓ પછી યુવતીનું અપહરણ કરી ઢોર માર મારી ગુપ્તઅંગ સાથે કર્યું એવું કે જાણીને તમારા રુવાડા ઉભા થઇ જશે

ટોપ ન્યૂઝ રાજકોટ

રાજકોટના અવધ રોડ પર એક યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. આથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં ખસેડાઈ છે. આ અંગેની જાણ થતા જ પોલીસ હોસ્પિટલ દોડી આવી છે અને પૂછપરછ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક વિગત મુજબ યુવતીને જેની સાથે પ્રેમસંબંધ હતો તેની પત્નીએ બે શખસ સાથે મળીને ઢોર માર માર્યો હતો. હાલ યુવતીની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે અને હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પત્ની પતિને પ્રેમિકા સાથે સાઇકલ સ્ટોરમાં જોઇ ગઇ હતી.

પોલીસ તપાસમાં જાણવા મળતી વિગત પ્રમાણે પત્ની પોતાના પતિને તેની પ્રેમિકા સાથે જોઈ જતા પત્ની અને તેના સાથી મિત્રોએ પતિની પ્રેમિકાનું અપહરણ કરી તેને ઢોર માર મારી તેના ગુપ્તાંગમાં મરચું ભરી દીધું હતું. સમગ્ર મામલે પ્રેમિકાને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તેમજ ઘટનાની જાણ લોધિકા પોલીસને થતા લોધિકા પોલીસના કે. કે. જાડેજા સહિતની ટીમ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી હતી.

શહેરના પારેવડી ચોક ખાતે મોહસીન અને તેની પ્રેમિકા સાઇકલની ખરીદી કરવા માટે સાઇકલ સ્ટોર્સ પર આવ્યા હતા. મોહસીન અને તેની પ્રેમિકા જે જગ્યાએ સાઇકલ સ્ટોર્સ પર ખરીદી કરી રહ્યા હતા ત્યારે જોગાનુજોગ તે જ સમયે મોહસીનની પત્ની પણ ત્યાં આવી પહોંચી હતી. પોતાની પત્નીને જોતા જ મોહસીનના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બીજી તરફ પત્નીને ગુસ્સો આવી જતા તેને પોતાના પતિની પ્રેમિકાને દરગાહમાં લઈ જઈ ઢોર માર માર્યો હતો. ઢોર માર માર્યા બાદ તેણે પોતાના સંપર્કમાં રહેલી એક વ્યક્તિનો સંપર્ક સાધ્યો હતો.

બાદમાં તે વ્યક્તિ રિક્ષા લઇ આવી પહોંચ્યો હતો. ત્યારબાદ મોહસીનની પત્નીએ મોહસીનની પ્રેમિકાનું અપહરણ કરી તેને અવધ રોડ પાસે લઈ ગયા હતા. ત્યાં લઈ જઈ વાયરથી તેના હાથ બાંધી દીધા હતા તેમજ ત્યારબાદ તેને વધુ માર મારી તેના ગુપ્ત ભાગમાં મરચું ભરી દીધું હતું. ત્યારબાદ તેને રઝળતી હાલતમાં મૂકી ત્યાંથી મોહસીનની પત્ની અને તેના બે સાથીદારો નાસી ગયા હતા.

જાગૃત નાગરિકે 108ને જાણ કરી
ગંભીર હાલતમાં યુવતીને જોતા જાગૃત નાગરિકે પોલીસ અને 108ને જાણ કરતા તાત્કાલિક 108ની ટીમ પીડિત યુવતીને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ લોધિકા પોલીસ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. તેમજ સમગ્ર મામલે જરૂર જણાતા મામલતદાર સમક્ષ યુવતીએ ડીડી પણ નોંધાવ્યું હતું. જાણવા મળ્યા મુજબ યુવતીની ઉંમર 40 વર્ષની છે. તેમજ તેને 4 જેટલા સંતાન પણ હોવાનું ખૂલ્યું છે. જ્યારે કે તેનો મોટો પુત્ર 20 વર્ષનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મોહસીને હિન્દુ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાનું પણ ખુલ્યું છે.

રાજકોટના રૈયાધારમાં ચકચાર મચાવતી ઘટના બની છે. કેટલાંક શખ્સોએ એક યુવાનને નિવર્સ્ત્ર કરી લાકડી-ધોકાથી ઢોર માર માર્યો હતો. આથી યુનિવર્સિટી પોલીસનો સ્ટાફ આરોપીઓને પકડવા દોડતી થઈ છે. બનાવની મળતી વિગત મુજબ રૈયાધારે રહેતો અને મજૂરી કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશનો વતની સુભાષ ટામેભાઈ સહાની સવારે નવેક વાગ્યે કુદરતી હાજતે ગયો હતો ત્યારે પાછળથી આવી ચડેલા મનોજ સહાની અને તેમની સાથેના અન્ય 6 શખસોએ ધોકા-પાઈપ વડે સુભાષને માર માર્યો હતો તેનું પેન્ટ ઉતારી નિવર્સ્ત્ર કરી પાછળના ભાગે ધોકાના ઘા કર્યા હતા. ઉપરાંત ગુપ્ત ભાગ પર લાતો મારી હતી. બનાવ બાદ ઈજાગ્રસ્ત સુભાષને રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.