આવા તો કઈ અબોલા હોતા હશે? / પતિ સાથે ઝઘડો થતા પત્નીએ બેડ પર જ બનાવી દીધી ઈંટોની દીવાલ, વિડિઓ જોઈને તમે પણ હસી હસીને ગોટો વળી જશો : જુઓ વિડિઓ

અજબ ગજબ

સોશિયલ મીડિયાના જમાનામાં આજકાલ અવનવું વાઇરલ થયું હોય છે ત્યારે હાલમાં જ એક એવો વિડિઓ સામે આવ્યો છે જે તમે જોઈને માથું પકડી લેશો. લગ્નજીવનમાં ઝગડો સામાન્ય ઘટના છે. ભાગ્યે જ કોઈ કપલ એવું હશે કે જે લગ્નજીવનમાં ઝગડ્યું હોય. રીસામણા-મનામણા ચાલતા જ હોય છે પતિ-પત્ની ઘડીક ઝગડીને પછી ભેગા થઈ જતા હોય છે અને તેના તે જ પાછા સાથે સુતા હોય છે પરંતુ એક પતિ સાથે ઝગડો થતા એક પત્નીએ તો જરાક વધારે પડતું કરી નાખ્યું અને આ ઘટનાનો એક ફની વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં એક મહિલા પોતાના બેડની ઉપર ઈંટોની દિવાલ બનાવતી નજરે પડે છે. આ વીડિયો એટલો ફની છે કે તમે તેને જોઇને હસી પડશો. આ વીડિયોને સોશિયલ મીડિયા પર પણ ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર થઈ રહેલા આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક પત્ની બેડ પર ગુસ્સે થઈને બેઠી છે, પોતાની અને તેની બાજુમાં બેઠેલા પતિ વચ્ચે ઈંટની દિવાલ બનાવી રહી છે.

સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહિલા ખરેખર આ દિવાલને મજબૂત કરવા માટે ઇંટ અને સિમેન્ટથી બનાવી રહી છે. સાથે જ આ જ રીતે બેઠેલો પતિ પણ પોતાની પત્નીને નારાજગી સાથે આવું કરતા જોઈ રહ્યો છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ઇન્સ્ટાગ્રામ પર મિયાં બીવીની આ ફાઇટનો વીડિયો રાઇજિંગ ડોટ ટેકિંગ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો લોકોએ જોયો છે. લગભગ 8 હજાર લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. સાથે જ મોટી સંખ્યામાં લોકોએ આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. જો તમે પણ આ વીડિયો જોવા માંગો છો તો નીચે આપેલી ઇન્સ્ટાગ્રામ લિંક પર ક્લિક કરી શકો છો.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Technology • Gadget • Tools (@rising.teching)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.