અરે બાપરે / 89 વર્ષના પતિની સેક્સની ડિમાન્ડથી કંટાળી ગઈ પત્ની, જુઓ પછી કંઈક કર્યું એવું કે વૃદ્ધ આજીવન નહિ ભૂલી શકે

ટોપ ન્યૂઝ વડોદરા

સંસ્કારી નગરી વડોદરામાં એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં 87 વર્ષની એક વૃદ્ધ મહિલાએ પોલીસને પતિની ફરિયાદ કરી છે. વૃદ્ધાનું કહેવું છે કે, તે પતિની સેક્સ ડિમાન્ડથી કંટાળી ગઈ છે. મહિલાઓની મદદ માટે જાહેર કરાયેલી હેલ્પલાઈન 81 અભ્યમ પર કોલ કરી વૃદ્ધાએ મદદ માંગી હતી.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર, અભ્યમ અધિકારીએ જણાવ્યું કે, 89 વર્ષીય પતિ વારંવાર સેક્સની ડિમાન્ડ કરે છે. તે બીમાર રહે છે અને તેની ડિમાન્ડ પૂરી કરી શકતી નથી. પરંતુ તે તેના માટે સતત દબાણ કરે છે.

અધિકારીએ વધુમાં જણાવ્યું કે, બંને વચ્ચે સંબંધ સારો હતો, પરંતુ બીમાર પડ્યા બાદ તે પથારીમાં જ રહે છે. વૃદ્ધ મહિલા હવે પુત્રવધૂ અને પુત્રની મદદ વગર ચાલી પણ શકતી નથી. અભ્યમ અધિકારીએ કહ્યું કે, પતિ પત્નીની પરિસ્થિતિથી પરિચિત હતો, પરંતુ તેમ છતાં સેક્સની ડિમાન્ડ કરતો હતો.

ના પાડવા પર તે બૂમાબૂમ કરતો હતો અને ઝગડો કરતો હતો. પતિ એટલી જોરથી બૂમાબૂમ કરતો હતો કે આસપાસના પાડોશીઓને પણ ખબર પડી જતી હતી. કંટાળીને વૃદ્ધ મહિલાએ પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યો અને હેલ્પલાઈન પર કોલ કરી પોતાની આપવીતી જણાવી હતી. અભ્યમની એક ટીમ તેમના ઘરે પહોંચી અને વૃદ્ધ પતિને સમજાવવાનો પ્રયાસ કર્યો.

અધિકારીઓએ વૃદ્ધ પતિને યોગા કરવાની સલાહ આપી અને વરિષ્ઠ નાગરિકોનું ક્લબ જોઈન કરવા પણ કહ્યું જેથી તે સેક્સ તરફથી પોતાનું ધ્યાન હટાવી શકે. પતિવારના લોકોને કહ્યું કે, તેઓ વૃદ્ધને ડોક્ટર પાસે પણ લઈ જાય.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.