અરરર / સ્વરૂપવાન પત્નીનો બીજા પુરુષ સાથે સબંધ છે તેવું માનીને પતિએ પત્ની સાથે કર્યું એવું કે જાણીને તમારા હોશ ઉડી જશે

ટોપ ન્યૂઝ રાજકોટ

લગ્ન સંબંધ એટલે એક બીજાપરનો વિશ્વાસ અને સમર્પણ. પરંતુ જ્યારે આ સંબંધમાં અવિશ્વાસ આવે એટલે શું થાય સમય જ બતાવે છે. જેતપુરમાં બની આવી આવી જ એક ઘટના બની છે. જ્યાં રબારીકા રોડ ઉપર એક પતિએ તેની પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. કારણ કે તેણે તેના પતિ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું લાગી રહ્યું હતું.

ઘટના છે રાજકોટ જિલ્લાના જેતપુરની. રબારીક રોડ ઉપર આવેલ મહાદેવ સાડી ફિનિશિંગ કારખાનાના મજૂરોને રહેવાની ઓરડીમાંથી ગત રોજ એક મહિલાની લાશ મળી આવી હતી, જેની જાણ કારખાના માલિકને થતાં તાત્કાલિક પોલીસને બોલાવી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

આજ કારખાનામાં બિહારના ભભૂઆ જિલ્લાના રહેવાસી ત્રિલોકિરામ ચમાર અને તેની પત્ની મનીષા સાથે રહીને કામ કરતો હતો, સાથે તેની પત્ની મનીષાના કાકાનો દીકરો સુનિલ ચમાર પણ અહી રહીને કામ કરતો હતો. સાથે જ બિહારના ઘણા બધા મજૂરો અહી રહીને કામ કરે છે. નવરાત્રી ચાલતી હોય બધા રાત્રિ દરમિયાન ગરબા જોવા ગયા હતા.

રાત્રે પરત આવીને બધા જમીને સૂઈ ગયા હતા. ત્યારે ત્રિલોકિરામની ઓરડી જોઈ તો ઓરડી બહારથી બંધ હતી. સવારે મજૂરોની ઓરડીમાં જ રહેતા બિહારના ઈન્દુબેન ઉઠયા અને જમવાનું બનાવવા માટે જતાં હતા ત્યાર ફરીથી ત્રિલોકિરામની ઓરડી બહારથી બંધ જોવા મળી હતી.

જેથી અહીજ કામ કરતાં અને મનીષાના કાકાના ભાઈ સુનિલને બોલાવીને ઓરડી ખોલાવી તો મનીષા એકલી જમીન ઉપર સૂતી હતી અને તને ઉથાડવાની પ્રયાસ કરતાં તે ઉઠી ના હતી. જેને લઈને સુનિલે કારખાના માલિકને બોલાવ્યા હતા, અને મનીષાનું મોત થયાનું સામે આવ્યું હતું, મનીષાના ભાઈને શંકા જતાં પોલીસ ફરિયાદ કરી હતી.

મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરતાં મનીષાનું મોત ગળું દબાવીને થયાનું ખૂલ્યું હતું, જ્યારે આ સમગ્ર ઘટના સમયે મનીષાનો પતિ ત્રિલોકિરામ કયાંય દેખાયો ન હતો. મનીષાના ભાઈ સુનિલે તેના બનેવી ત્રિલોકિરામને ફોન કર્યો કે મનીષા નું મોત થયું છે ત્યારે ત્રિલોકિરામે એવો જવાબ આપ્યો કે મારે તેનું મોઢું પણ નથી જોવું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *