અરે બાપરે / જુઓ ‘એક હાથમાં પત્નીનું કપાયેલું માથું, બીજામાં ધારદાર હથિયાર’, ખૌફનાક વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ટોપ ન્યૂઝ વર્લ્ડ

હાલમાં જ સોશિયલ મીડિયા(Social media) પર ઈરાનથી(Iran) એક ભયાનક વીડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ તેની 17 વર્ષની પત્નીનું કપાયેલું માથું લઈને રસ્તા પર ફરતો જોવા મળે છે. આ ઘટના બાદ સમગ્ર ઈરાનમાં રોષનો માહોલ છે. લોકો આરોપીઓને કડક સજાની માંગ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને બધાના દિલ હચમચી ગયા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, વ્યક્તિએ તેની પત્નીની હત્યા એટલા માટે કરી કારણ કે તેના કોઈ અન્ય યુવતી સાથે ગેરકાયદેસર સંબંધ હતો. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, પોલીસને શંકા છે કે, ઈરાનના દક્ષિણ પશ્ચિમ શહેર અહવાઝમાં 17 વર્ષની મોના હૈદરીની તેના પતિ અને તેના સાળાએ હત્યા કરી નાખી છે.

સ્થાનિક પોલીસનું કહેવું છે કે, આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંનેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈરાનના અખબારો અને સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં આરોપીઓ વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો. ‘આવો ગુનો આપણે કેવી રીતે સ્વીકારી શકીએ. મહિલાની આવી હત્યા ફરી ન થવી જોઈએ. આ માટે સરકારે કડક પગલાં ભરવા જોઈએ.’ ત્યાના કોઈ સ્થાનિકે કહ્યું.

જાણવા મળ્યું છે કે, ઈરાનની જાણીતી ફિલ્મ નિર્માતા તહમિનેહ મિલાનીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “મોના એક ગંભીર સમસ્યાને નજરઅંદાજ કરવાનો શિકાર બની.” આ ગુના માટે આપણે બધા જવાબદાર છીએ. ઈરાનમાં ઘરેલુ હિંસાથી પરેશાન મહિલાઓ પોતાનો અવાજ ઉઠાવી રહી છે.

આ ઘટના બાદ સમગ્ર ઈરાનમાં હોબાળો મચી ગયો છે. મળતી માહિતી અનુસાર ઈરાનમાં મોના હૈદરીની હત્યા બાદ છોકરીઓ માટે લગ્નની કાયદેસર ઉંમર વધારવાની માંગ પણ થઈ રહી છે. હાલમાં, ઈરાનમાં 13 વર્ષની ઉંમર કાયદેસર રીતે નિર્ધારિત છે. ઈરાની મીડિયા અનુસાર, મોના હૈદરીના લગ્ન માત્ર 12 વર્ષની ઉંમરે થયા હતા. જ્યારે તેની હત્યા કરવામાં આવી ત્યારે તેને ત્રણ વર્ષનો પુત્ર પણ હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *