તામિલનાડુના કુન્નુરમાં આઠ ડિસેમ્બરે થયેલા હેલિકોપ્ટર અકસ્માતની તપાસ પૂરી થઈ ગઈ છે. ભારતીય વાયુસેનાના ટોચના અધિકારીઓએ રક્ષામંત્રી રાજનાથ સિંહને આ મામલે એક વિસ્તૃત રિપોર્ટ સોંપ્યો છે. કઈ પરિસ્થિતિમાં ચોપર દુર્ઘટનાનો ભોગ બન્યું તે જાણકારી હવે બહુ જલદી દેશની સામે આવશે. અત્રે જણાવવાનું કે આ અકસ્માતમાં વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અને તેની તપાસ ટ્રાઈ સર્વિસિઝની ટીમે કરી છે.
એએનઆઈના જણાવ્યાં મુજબ આ રિપોર્ટમાં દુર્ઘટનાના કારણોની જાણકારી અપાઈ છે અને ભવિષ્યમાં વીઆઈપી ઉડાણમાં ચોપર સંચાલન માટે પોતાની ભલામણો પણ આપી છે.
જનરલ બિપિન રાવત સહિત 14 લોકોનું નિધન
તામિલનાડુના સુલુર એરબેસથી વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જતી વખતે વાયુસેનાનું MI-17V5 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને તેમના પત્ની તથા 12 અન્ય શૂરવીરો શહીદ થયા હતા.
કઈ સ્થિતિમાં હેલિકોપ્ટર ક્રેશ થયું?
એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વવાળી તપાસ ટીમે રક્ષામંત્રી રાજનાથ સિંહને વિસ્તારથી જાણકારી આપી અને જણાવ્યું કે આખરે કઈ સ્થિતિમાં આ હેલિકોપ્ટર ક્રેશ થયું. આ સાથે જ ટીમે એમ પણ જણાવ્યું કે વાયુસેનાનું MI-17 હેલિકોપ્ટર કેમ ક્રેશ થયું. રક્ષામંત્રી સામે પ્રેઝન્ટેશન દરમિયાન તપાસ ટીમ સાથે વાયુસેનાના સિનિયર ઓફિસરો પણ હાજર રહ્યા.
તપાસ રિપોર્ટમાં બ્લેક બોક્સનો ડેટા પણ સામેલ : તપાસ કમિટીએ વાયુસેના અને આર્મી સંબંધિત અધિકારીઓના નિવેદનો રેકોર્ડ કર્યા. આ સાથે જ એ તમામ સ્થાનિક લોકો સાથે વાતચીત કરી જે આ દુર્ઘટનાના પ્રત્યક્ષદર્શી હતા. આ ઉપરાંત તે મોબાઈલ ફોનની પણ તપાસ કરાઈ જેના દ્વારા હેલિકોપ્ટર ક્રેશ થયું તે પહેલા વીડિયો શૂટ કરાયો હતો. ક્રેશ થયેલા હેલિકોપ્ટરનો એફડીઆર એટલે કે ફ્લાઈટ ડેટા રેકોર્ડર (બ્લેક બોક્સ) પણ ઘટનાસ્થળેથી મળી આવ્યું હતું. તેનો ડેટા પણ રિપોર્ટમાં સામેલ કરાયો છે.
દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર ગાઢ વાદળોના કારણે અકસ્માતનો શિકાર બન્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર વાયુસેનાનું તપાસ પંચ આજે આ તપાસ અંગે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને માહિતી આપશે. સંરક્ષણ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ગાઢ વાદળોને કારણે સીડીએસ બિપિન રાવતનું હેલિકોપ્ટર રેલવે ટ્રેકને અનુસરી રહ્યું હતું. આ ક્રમમાં હેલિકોપ્ટર પહાડો સાથે અથડાયું હતું. તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હેલિકોપ્ટરના પાયલટ અને કો-પાયલટ સંપૂર્ણ રીતે પ્રશિક્ષિત હતા.
જનરલ રાવત અને અન્યોને લઈ જતું હેલિકોપ્ટર સુલુર એરફોર્સ સ્ટેશનથી ઉપડ્યું હતું અને લગભગ એક કલાક પછી ઉધગમંડલમના વેલિંગ્ટન ખાતે DSSC ખાતે ઉતરવાનું હતું. પરંતુ હેલિકોપ્ટર નીલગીરી જિલ્લાના પહાડી પ્રદેશમાં કુન્નુર નજીક કટેરી-નંજપ્પનચાથિરમ વિસ્તારમાં ક્રેશ થયું હતું. ઘાયલોને બચાવવા માટે સ્થાનિક લોકો સૌથી પહેલા મદદ માટે પહોંચ્યા હતા, જો કે, તેઓ ભડકતી જ્વાળાઓને કારણે પીડિતોને મદદ કરી શક્યા ન હતા અને અધિકારીઓને જાણ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!