આલે લે..તારે / બાહુબલી ને ટક્કર આપશે ‘બ્રહ્માસ્ત્ર’, જાણો રાજામોઉલીની આ ફિલ્મમાં એવું તો શું છે કે જોવા આખું ગામ ગાંડુ થયું છે

ટોપ ન્યૂઝ બોલિવૂડ

પ્રસિદ્ધ ફિલ્મમેકર એસએસ રાજમૌલી જે ફિલ્મની નામ સાથે જોડાય જાય ફેન્સ તેને બાહુબલી ફેક્ટરની આશા રાખવા લાગે છે. ત્યારે હવે આ નામ બોલીવુડની રણબીર-આલિયા સ્ટારર બ્રહ્માસ્ત્રની સાથે જોડાઈ ગયું છે. કેમ કે હવે દુનિયાભરમાં અયાન મુખર્જીની બિગ બજેટ, મોસ્ટ અવેટેડ ફિલ્મ બ્રહ્માસ્ત્રને ચાર દક્ષિણી ભાષાઓ તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરાશે.

કરણ જોહરે આપ્યો રાજમોલીનો સાથ : તમને જણાવી દઈએ કે આ પહેલાં કરણ જોહરે રાજમૌલીની બાહુબલી દેશભરમાં મોટી સ્ક્રિન પર રિલીઝ કરી હતી. હવે આ ફિલ્મને સાઉથની ચાર ભાષાઓમાં રિલીઝ કરવાનો ટાસ્ક રાજમૌલીએ સંભાળી લીધો છે. તેમને સાઉથમાં તમામ ફેન્સ સુધી આ ફિલ્મ પહોંચાડવાની જવાબદારી તેમને લઈ લીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar)

બ્રહ્માસ્ત્રએ અપાવી બાહુબલીની યાદ : રાજામૌલીએ કહ્યું, “હું ‘બ્રહ્માસ્ત્ર’ને ચાર દક્ષિણ ભાષાઓમાં વિશ્વભરના દર્શકો સમક્ષ રજૂ કરીને ખરેખર ખુશ છું. ‘બ્રહ્માસ્ત્ર’ની સ્ટોરી સારી છે, જે તેની વાર્તા અને રજૂઆતમાં સ્પષ્ટ દેખાય છે. ઘણી રીતે, તે મને ‘બાહુબલી’ની યાદ અપાવે છે, જેમાં પ્રેમ અને જુસ્સાની સખત મહેનત છે. મેં અયાનને ‘બ્રહ્માસ્ત્ર’ બનાવવામાં સમય લેતા જોયો છે. મેં ‘બાહુબલી’ માટે આવું જ કર્યું હતું.

આધુનિક અને પ્રાચીનનું કોમ્બિનેશન : તેમને કહ્યું કે, ‘આ ફિલ્મ આધુનિક ટેક્નોલોજી સાથે પ્રાચીન ભારતીય સંસ્કૃતિની થીમ સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.’ નાગાર્જુન અક્કીનેનીએ કહ્યું, ‘અયાન અને ‘બ્રહ્માસ્ત્ર’ની અત્યંત પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવાનો અદ્ભુત અનુભવ રહ્યો છે. તેમણે કહ્યું, ‘પ્રાચીન અને આધુનિક ભારતના આ સંયોજને મને આકર્ષિત કર્યો. શ્રી રાજામૌલીનું બોર્ડમાં હોવું એ બધા માટે ખૂબ જ સન્માનની વાત છે. અમે 2022માં અમારા ચાહકોને ફિલ્મ રજૂ કરવા આતુર છીએ.

આવતા વર્ષે થશે રિલીઝ : ‘બ્રહ્માસ્ત્ર’ના નિર્દેશક અયાન મુખર્જીએ કહ્યું, ‘બ્રહ્માસ્ત્ર’ એ એક સપનું છે જે મેં ઘણા વર્ષોથી જોયુ હતું. મેં આ માટે ખૂબ જ મહેનત કરી છે. હું આ હંમેશા યાદ રાખીશ. 2022ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક, ‘બ્રહ્માસ્ત્ર’ 9 સપ્ટેમ્બર, 2022 ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.