અંબેમાં તમારું જીવન બદલી નાખશે, ખાતરી ન હોય તો એક વાર સ્પર્શ કરી ‘જય માતાજી’ લખી શેર કરો, તમારી બધી મનોકામના થશે પૂર્ણ

ધર્મ

ગુજરાતનું એક પવિત્ર સ્થળ એટલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અંબાજી માતાનું આવેલું ભવ્ય મંદિરે. આ મંદિર અરવલ્લી શૃંખલાના આરાસુર પર્વત પર આવેલું છે. એવુ માનવામાં આવે છે કે અહીંની અખંડ જ્યોતિ ક્યારે પણ ઓલવાઈ નથી.

અહીંયા ભાદરવી પૂર્ણિમા ના દિવસે ભક્તોની ભીડ લાગે છે. આજે પણ લોકોને મંદિરમાં માતાજીના હોવાનો અહેસાસ થાય છે. અંબાજી માતાનું મંદિર દેશના સૌથી જુના અને પવિત્ર શક્તિ તીર્થ સ્થાનો માંથી એક છે. અંબાજીનું આ મંદિર માં દેવી સતીના 51 શક્તિપીઠો માંથી એક છે.

અંબાજીનું મંદિર આરસપહાણ ના પથ્થરોથી બનેલું છે. મંદિરની શિખર 103 ફુટ ઊંચું છે અને સોનાથી બનેલું છે. અંબાજીનું આ મંદિર પણ એક શક્તિપીઠ જ છે પરંતુ થોડું અલગ છે કેમ કે અહીંયા માતા સતીનું હૃદય પડ્યું હતું. આરાસુરી અંબાજી માતાના સ્થાનકમાં કોઈ પ્રતિમા અથવા ચિત્રની નહિ પરંતુ શ્રી વિસાયયંત્ર ની પૂજા અર્ચના કરવામાં આવે છે.

આ મંદિરમાં માતાજીની પૂજા વિધિ શ્રીયંત્રની આરાધાનથી થાય છે જે સીધી આંખે જોઈ શકાતું નથી. મંદિરના પૂજારી માતાજીનો એટલો અદભુત શ્રીંગાર કરે છે કે જાણો માતાજી મંદિરમાં સાક્ષાત વિરાજમાન હોય. દેવી ભાગવતી ની કથા અનુસાર જ્યારે મહિષાસુરે કઠોર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા હતા. તેને વરદાન મળ્યું હતું કે નર જાતિના શસ્ત્રો વડે તેને મારી શકાશે નહી.

મહિષાસુરે મળેલા વરદાન થી દેવોને હરાવીને ઇન્દ્રાસન હાંસલ કરી લીધું હતું. ઋષિ મુનિયોના આશ્રમ તોડી નાખીને તેમનો નાશ કર્યો હતો. ત્યારબાદ મહિષાસુરે વિષ્ણુલોક અને કૈલાશ જીતવાનો નિશ્ચય કર્યો હતો. ગભરાયેલા દેવો ગભરાઈ ગયા અને તેઓ ભગવાન શંકર પાસે ગયા.

ભગવાન શંકરે દેવોને દેવી શક્તિની આરાધના કરવાનું કહ્યું. ત્યારબાદ દેવોએ દેવી આદ્યશક્તિ ની આરાધના શરૂ કરી અને આદ્યશક્તિ પ્રાગટ્ય થયા. તેમને મહિષાસુર નો નાશ કર્યો અને ત્યારથી દેવી મહિષાસુર મર્દીની તરીકે પણ ઓળખાય છે. અંબાજી મંદિર જોડે જોડાયેલો એક ઇતિહાસ જે ઘણા લોકોને નાઈ ખબર હોય.

ભગવાન શ્રી કૃષ્ણનું મુંડન પણ અંબાજી મંદિરમાં જ કરવામાં આવ્યું હતું. જ્યારે કૃષ્ણ નાના હતા ત્યારે માં અંબાના ચરણોમાં જ આ સ્થાન પર મુંડન સંસ્કાર વિધિ કરવામાં આવી હતી. ભગવાન રામ પણ શક્તિપીઠ ની ઉપાસના માટે અંબાજી માતાના મંદિર માં આવી ગયા છે. અંબાજી માતાના મંદિર ની ખૂબ જ વિશેષતાઓ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.