યુવતીઓ પણ નશાના રવાડે / વડોદરામાં દારૂની મેહફીલ માણતા 5 યુવતીઓ સાથે 7 યુવકોની ધરપકડ, જુઓ યુવતીઓ એવી હાલતમાં મળી કે જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ વડોદરા

આજકાલની યુવા પેઢી નશાના રવાડે ચડી ગઈ છે ત્યારે યુવતીઓ પણ સાથે સાથે નશાના રવાડે ચડી છે. ત્યારે હાલમાં જ એકે કિસ્સામાં યુવતીઓ પણ દારૂની મેહફીલ માણતી ઝડપાઇ છે.

વડોદરાના આમોદરના શ્યામલ કાઉન્ટ સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા યુવાન-યુવતીઓની વાઘોડીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ગણતરીના કલાકોમાં દારૂની મહેફિલ માણતી 5 યુવતીઓ અને 7 યુવકો મળી કુલ 12 આરોપીઓને પોલીસ દ્વારા જામીન પર મુક્ત કરાયા છે.

વડોદરાની સુમનદિપ હોસ્ટેલમાં રહી નોકરી અભ્યાસ કરતા યુવાન-યુવતીઓ દારૂનિ મેહફિલ માણતા ઝડપાયા છે. આમોદરના શ્યામલ કાઉન્ટી સોસાયટી ખાતે આ દારૂની મેહફિલ યોજાઈ હતી. જો કે, સાસાયટીના રહિશોએ બાતમી આપતા વાઘોડિયા પોલીસે દરોડા પાડ્યા હતા. જે

માં યુવતીઓ અને યુવકો મળીને કુલ 12 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે પોલીસે રૂમમાંથી ઊંચી બ્રાન્ડની વિદેશી દારૂની 6 ખાલી બોટલ તેમજ ગ્લાસ જપ્ત કર્યા હતા. જો કે, સુમનદિપ હોસ્ટેલના વિદ્યાર્થીઓ દ્વારા દારૂની મહેફિલમાં પકડવામાં આવેલા વિદ્યાર્થીઓને ગણતરીના કલાકોમાં પોલીસે જામીન આપ્યા.

24 કલાક પણ પૂરા થયા નથી તે પહેલા આ વિદ્યાર્થીઓને જામીન આપવામાં આવ્યા છે. દારૂની મહેફિલ માણતી 5 યુવતીઓ અને 7 યુવકો મળી કુલ 12 આરોપીઓને પોલીસ દ્વારા જામીન પર મુક્ત કરાતા વાઘોડિયા પોલીસની કાર્યવાહી શંકાના દાયરામાં છે. પોલીસે મહેફિલ માણતા વિદ્યાર્થીઓને મીડિયાથી બચાવવાનો પ્રયાસ કર્યો છે.

તો બીજી તરફ વડોદરાના પાદરાના ડભાસામાં પાદરા પોલીસ દ્વારા 13 જેટલા દારૂની મહેફિલ માણતા ખાનદાની નબીરાઓ ઝડપાયા છે. પાદરા પોલીસે 13 નબીરાઓ સાથે મોંઘાડાટ વાહનો સાથે મુદ્દામાલ જપ્ત કર્યો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.