ચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે / ગેસ-સિલિન્ડરથી ભરેલી ટ્રક બસ સાથે ધડાકાભેર અથડાઈ, જુઓ મુસાફરોને બહાર કાઢવા કટરનો ઉપયોગ કરાયો, જ્યાં જુઓ ત્યાં મૃતદેહ : VIDEO

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ઝારખંડના પાકુડમાં બુધવારે સવારે એક ભયાનક રોડ એક્સિડન્ડ થયો છે, જેમાં 15નાં મોત થયાં છે. પાકુડથી દુમકા જતી લિટ્ટીપાડા-અમડાપાડા રોડ પર પડેરકોલા પાસે ગેસ-સિલિન્ડરથી ભરેલી એક ટ્રક બસ સાથે અથડાઈ છે. બસમાં 40થી વધારે લોકો મુસાફરી કરી રહ્યા હતા, તેમાં અંદાજે 20 લોકો ઘાયલ થયા છે.

ટક્કર એટલી જોરદાર હતી કે બંને ગાડીના ફુરચા ઊડી ગયા છે. બસમાં બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયા છે. ક્રેનની મદદથી બસમાંથી લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દુર્ઘટનામાં મૃતકોની સંખ્યામાં વધારો થઈ શકે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કૃષ્ણા રજત બસ અને LPG સિલિન્ડર્સ ભરેલી ટ્રક એટલી જોરથી અથડાઈ હતી કે બંને ગાડીના ફૂરચા ઉડી ગયા હતા. પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. હાલ મૃતકોની ઓળખ થઈ શકી નછી. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

ઘટનાની માહિતી મળતાં જ સૌથી પહેલાં સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. પ્રશાસન અને પોલીસના પહોંચ્યા પહેલાં જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. દુર્ઘટના પછી જિલ્લા પ્રશાસન અને પોલીસ પ્રશાસનના સીનિયર અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ધુમ્મસના કારણ એક્સિડન્ટ થયો હોવાની શક્યતા : દુર્ઘટનાની તપાસ કરવા પહોચેલા પોલીસ અધિકારીઓનું માનવું છે કે, કદાચ આ એક્સિડન્ટ ધુમ્મસના કારણે થયો હશે. ટ્રક ચાલકને સામેથી આવતી બસ દેખાઈ નહીં હોય. તેથી તેણે સીધી બસને ટક્કર મારી દીધી હશે. તે સમયે બસમાં બેઠેળા ઘણાં લોકો ત્યારે ઉંઘચા હતા. આ જ કારણે કોઈને બચવાનો પ્રયત્ન કરવાનો પણ સમય ના મળ્યો.

ઘટના બાદ સ્થાનિક પોલીસ અને હેલ્થ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને શબોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. હજુ સુધી માર્યા ગયા લોકોની ઓળખ થઈ શકી નથી અને ઈજાગ્રસ્તોની સારવાર બીજી તરફ કરવામાં આવી રહી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/01/05/65_1641365461/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.