ખાખી પર ડાઘ / લગ્નની લાલચ આપી 10 વર્ષ સુધી ASI અધકારી યુવતી સાથે માણતો રહ્યો શરીર સુખ, જુઓ પછી પોતાના મિત્રો સાથે પણ ધમકી આપી કરાવતો હતો આવું કાર્ય

ઇન્ડિયા

હાલમાં જ બાંસવાડામાં(Banswada) એક ASI પર એક મહિલાએ લગ્નના બહાને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલા પોતાની ફરિયાદ લઈને એસપીના સ્થાને પહોંચી હતી. પીડિતાએ જણાવ્યું કે આરોપી એએસઆઈ 10 વર્ષથી તેનું યૌન શોષણ કરી રહ્યો હતો. એટલું જ નહીં, તેણે તેના શિક્ષક મિત્ર સાથે પણ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું.

મળતી માહિતી અનુસાર મહિલા તરફથી પુરાવા સાથે મળેલી લેખિત ફરિયાદ બાદ બાંસવાડાના SP રાજેશ કુમાર મીનાએ ASI અરવિંદ પાટીદારને સસ્પેન્ડ કરી દીધા છે. એસપીના આદેશ પર કુશાલગઢ પોલીસ સ્ટેશને પણ આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. આદેશ હેઠળ, આરોપી ASI સસ્પેન્શન સમયગાળા દરમિયાન ઘાટોલ DSP ઓફિસમાં પોતાની હાજરી આપશે. આરોપ છે કે ASIએ પોતાના ગેરકાયદેસર સંબંધો સાથે મહિલા શિક્ષક સાથે પણ સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. હવે હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

જાણવા મળ્યું છે કે, વર્ષ 2011માં મહિલા અને તેના પતિ વચ્ચે મકાન બનાવવા બાબતે ઝઘડો થયો હતો. ત્યારે મહિલા ચોકી પર ગઈ હતી અને તે આરોપી ASIને મળી હતી. તે દરમિયાન ASI તપાસના બહાને તેના ઘરે ગયો હતો. ત્યારે ચાનો કપ પિતા ચક્કર ખાઇને પડેલી આ યુવતી સાથે આરોપીએ સંબંધ બાંધ્યો હતો. આ પછી, જ્યારે તેણી ચોકી પર ગઈ ત્યારે આરોપીએ તેને બરબાદ કરવાની ધમકી આપી હતી. બાદમાં ડરી ગયેલી મહિલા પર તેના પતિથી દૂર જવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આરોપી સાથે નજીક આવતાં મહિલાનો તેના પતિ અને પરિવારથી મોહભંગ થઈ ગયો હતો અને તે આરોપીની નજીક આવી ગઈ હતી.

એક રિપોર્ટમાં પીડિતાએ જણાવ્યું હતું કે, આ દરમિયાન તેનો પતિ કુવૈત ગયો હતો. ત્યારપછીથી આરોપી તેની સાથે નિયમિત સંબંધો રાખતો હતો. વિશ્વાસ કેળવ્યા બાદ આરોપી ASI, તેના મિત્રો સાથે તેને ફરવા લઈ ગયો. ત્યાં હોટલમાં આ ASI અને તેના મિત્રએ તેની સાથે સંબંધ બાંધ્યો હતો. ત્યારપછીથી તો આ બંને તેની અવારનવાર દુષ્કર્મ કરતા હતા.

આ દરમિયાન તેણે પોતાને આરોપીઓથી દૂર રાખવાનું શરૂ કર્યું. ત્યારબાદ 10 ફેબ્રુઆરીએ આરોપી ASIએ એક અજાણ્યા યુવકને તેના ઘરે મોકલીને તેને તેના બાળકોની સામે ધમકાવી હતી. ત્યારબાદ પીડિતાએ આરોપી ASI વતી 2011 થી 2021 દરમિયાન જાતીય શોષણની વાત કરી હતી. તેણે આ સંબંધો અંગે બાંસવાડા એસપીને SMS, ફોટો કોપી અને વિડિયો ક્લિપ્સ પણ સોંપી છે. મહિલાએ એ પણ જણાવ્યું હતું કે, આરોપી પાસે પણ આવી ક્લિપ હતી તેથી તે તેને બ્લેકમેલ કરતો હતો.

પીડિતાનો આરોપ છે કે, લોકડાઉન દરમિયાન આરોપી ASI તેને પત્ની બનાવવા અને પરિવાર સાથે ફરી મળવાના બહાને અજમેર લઈ ગયો હતો. ત્યાં તેના મિત્રો અને સાથી પોલીસકર્મીઓને પણ તેને તેની પત્ની તરીકે ઓળખાવી. પીડિતાએ આરોપી સાથે લગ્નની વાત કરી ત્યારે મોજ-મસ્તી કર્યા બાદ તે ઉશ્કેરાઈ ગયો હતો અને બાદમાં આરોપીઓએ હોટલના રૂમમાંથી તેણી સાથે મારપીટ કરી હતી. પછી અજાણી જગ્યાએ હોવાથી મહિલાએ ચૂપ રહેવામાં જ પોતાનું ભલું માન્યું હતું. તેણે આરોપીનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આ પછી આરોપી ઘરે આવ્યો અને તેણીને ધમકાવી હતી.

બાંસવાડાના એસપી રાજેશ કુમાર મીનાએ જણાવ્યું કે મહિલા તરફથી ફરિયાદ મળી છે. કુશાલગઢ પોલીસ સ્ટેશનને એફઆઈઆર નોંધવા માટે કહેવામાં આવ્યું છે. ડીએસપી આ મામલા અંગે વધુ તપાસ હાથ ધરશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.