ચૂંટણીની બોલબાલા / 2022ની વિધાનસભા ચૂંટણીને લઈને સર્વેમાં થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, જાણો ક્યાં રાજ્યમાં કોની બનશે સરકાર?

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ઉત્તર પ્રદેશ(UP)માં 2022ની વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. આવી સ્થિતિમાં રાજ્યમાં રાજકીય પારો ઊંચો છે. તમામ રાજકીય પક્ષો પોતાના પ્રયાસોમાં વ્યસ્ત છે. વોટબેંક મજબૂત કરવા માટે કેટલાક રેલીઓ અને કેટલાક જાહેર સભાઓમાં વ્યસ્ત છે. તે જ સમયે, વિરોધ પક્ષો સપા, બસપા અને કોંગ્રેસ સતત ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. તો ત્યાં જ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ(Yogi Adityanath), પીએમ મોદી(PM modi) સાથે તેમના વિકાસ કાર્યો માટે લોકોની ગણતરી કરી રહ્યા છે.

જો કે કોની સરકાર બનશે તે તો ચૂંટણી બાદ જ નક્કી થશે. પરંતુ સેન્ટર ફોર વોટિંગ સર્વે દ્વારા રાજ્યની જનતાની નાડી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સર્વેમાં લોકો પાસેથી જાણવા મળ્યું છે કે આ વખતે તેમનો મૂડ કેવો છે? તેઓ કોની જીત જોવા માંગે છે?

યુપીમાં ભાજપને 403 સીટમાંથી 212-224 સીટ મળવાની આશા: સર્વે
શનિવારે એબીપી સી વોટરના તાજેતરના સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે, 403 સીટોવાળી યુપી વિધાનસભામાં ભાજપ 212 થી 224 સીટો જીતી શકે છે, જ્યારે સમાજવાદી પાર્ટી 151 થી 163 સીટો કબજે કરી શકે છે. બસપાને 12થી 24 બેઠકો મળી શકે છે. તે જ સમયે, કોંગ્રેસ ફક્ત 2-10 સીટો પર જ ઘટી શકે છે. જો ભાજપને યુપીમાં 40 ટકા બેઠકો મળી શકે છે તો સમાજવાદી પાર્ટીને 34 ટકા મત મળવાની ધારણા છે. તે જ સમયે, બસપાને 13 ટકા અને કોંગ્રેસને 7 ટકા મત મળવાની સંભાવના છે.

આવનાર વર્ષ 5 રાજ્યો મે વિધાનસભા ચૂંટણી છે. જેને લઈને એબીપી ન્યૂઝ સીવોટરે સર્વ કર્યો છે. જેમાં ભાજપ માટે મોટી ખુશખબરી છે. સર્વેનું માનીએ તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારની વાપસી કરી રહી છે. ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ભાજપ સરકાર બનાવવામાં સફળ થશે. જો કે ફક્ત પંજાબ એક માત્ર રાજ્ય છે. જ્યાં ભાજપની જગ્યાએ કોઈ બીજી સરકાર બનાવી શકે છે. જેમાંથી કોંગ્રેસ માટે ખરાબ સમાચાર છે. આસાર છે કે બોર્ડર સ્ટેટમાં કોઈ પણ બહુમત નહીં મેળવી શકે. આ રાજ્યમાં આપ પાસે સત્તાની આવી છે.

સર્વે અનુસાર આપને 50-56 સીટ મળવાની આશા. જેમાં કોંગ્રેસ 39-45 સીટો મળવાની આશા છે. જ્યારે પંજાબમાં સરકાર બનાવવા માટે એક પાર્ટીને ઓછામાં ઓછી 59 સીટોની જરુર છે. રાજ્યમાં 117 વિધાનસભા સીટ છે. 23.7 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલને સીએમ તરીકે પસંદ કર્યા ચે. સર્વે મુજબ ભાજપનને 0-3 સીટો મળશે.

સર્વે મુજબ ઉત્તરાખંડમાં 70 સભ્યોની વિધાનસભામાં ભાજપને 33-39 સીટો મળી શકે છે. ત્યારે કોંગ્રેસને 29-35 સીટો મળી શકે છે. વોટ શેર મામલામાં ભાજપને 39.8 ટકા વોટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસ શેર 35.7 ટકાની નજીક રહ્યો છે.

સર્વેથી ખબર પડી છે કે ગોવામાં ભાજપ ઓછા અંતરથી સત્તા જાળવી રાખશે. તેમને 17-21 સીટ મેળવાની શક્યતા છે. ત્યારે તેમનો વોટ શેર 30 ટકા રહી શકે છે. હાજર સીએમ પ્રમોદ સાવંત સૌથી લોકપ્રિય ઉમેદવાર નબનીને ઉભર્યા છે. ગોવામાં કુલ 40 વિધાનસભા સીટ છે. 2017માં પોતાની પહેલી ચૂંટણીમાં સંપૂર્ણ રીતે હાર બાદ આપ 5-9 સીટ જીતી ખાતું ખોલી શકે છે. કોંગ્રેસ ત્રીજા સ્થાન પર રહેશે.

મણિપુરમાં ભાજપને કોંગ્રેસ મોટો પડકાર આપી શકે છે. સર્વે મુજબ 60 સીટોમાંથી ભાજપને 29-33, કોંગ્રેસને 23-27 અને નગા પીપુલ્સ ફ્રન્ટને 2-6 સીટો મળવાની શક્યતા છે.

તાજેતરમાં કરવામાં આવેલ સર્વે અનુસાર આપને 50-56 સીટ મળવાની આશા છે. જેમાં કોંગ્રેસ 39-45 સીટો મળવાની શક્યતાઓ છે. જ્યારે પંજાબમાં સરકાર બનાવવા માટે એક પાર્ટીને ઓછામાં ઓછી 59 સીટોની જરૂર જણાઈ છે. પંજાબ રાજ્યમાં 117 વિધાનસભા સીટ છે. જેમાં 23.7 ટકા લોકોએ અરવિંદ કેજરીવાલને સીએમ તરીકે પસંદ કર્યા છે. સર્વે મુજબ ભાજપનને 0-3 સીટો મળી શકે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.