અધિકારીઓની ઊંઘ હવે ઉઘડી / ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રીથી CM ઍક્શનમાં, જુઓ તાબડતોડ શરુ કરી કાર્યવાહી અને લીધો આ મોટો નિર્ણય

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ઓમિક્રોન વાયરસની એન્ટ્રીથી ખળભળાટ મચ્યો છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર મામલે એક્શનમાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ તાબડતોબ બોલાવી બેઠક : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખૂદ એક્શનમાં આવ્યા છે તેમણે તાત્કાલિક રિવ્યુ બેઠક બોલાવી છે. તો આ સાથે જ રાજ્યના સચિવે પણ જામનગરના કલેક્ટર અને સ્થાનિક વહીવટી અધિકારીઓની એક ખાસ બેઠક બોલાવી હતી અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

CM નિવાસસ્થાને મળી રિવ્યુ બેઠક : મુખ્યમંત્રીએ બોલાવેલી આ બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં વિદેશથી આવતા પ્રવાસીઓનું સઘન ટેસ્ટિંગ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તો આ સાથે જ ઓમિક્રોનને લઈને તમામ જિલ્લા કલેક્ટરોને સૂચના અપાઈ અપાઈ હતી.

ગુજરાતમાં કોરોના વાયરસનાં ઓમિક્રૉન વેરિયન્ટની એન્ટ્રી : દેશભરમાં કોરોના વાયરસનાં નવા ઓમિક્રૉન વેરિયન્ટને લઈને હાઇ અલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આ વેરિયન્ટનો પહેલો કેસ સામે આવી ગયો છે. જામનગરનાં કોરોના વાયરસનો દર્દીનો રિપોર્ટ પૂણે મોકલવામાં આવ્યો હતો જે બાદ સામે આવ્યું છે આ દર્દી ઓમિક્રૉન વેરિયન્ટથી પીડિત છે. આ દર્દી ઝીમ્બાબ્વેથી ગુજરાત આવ્યો હતો.

ડરના માહોલ વચ્ચે આખરે ઓમિક્રોન વાયરસની ગુજરાત (gujarat corona update) મા એન્ટ્રી થઈ છે. જામનગરમાં ઓમિક્રોન વાયરસ (omicron variant) નો પહેલો કેસ નોંધાયો છે. ઝિમ્બાબ્વેથી પરત આવેલા નાગરિકના ઓમિક્રોન વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દીનો રિપોર્ટ પુના ખાતે મોકલાયો હતો. ત્યારે હવે ગુજરાતમાં દહેશતનો દોર શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે ગુજરાતમાં હવે સતર્કતા જરૂરી બની છે. જામનગર (Jamnagar) નો દર્દી હાઈરિસ્ક દેશમાંથી ગુજરાતમાં આવ્યો હતો. ત્યારે રાજકોટના બે દર્દીઓનો રિપોર્ટ પણ હજી પેન્ડિંગ છે. જે જોતા ગુજરાતમા ઓમિક્રોનના કેસમાં વધારો થાય તે જરૂરી બન્યુ છે.

ટ્રાવેલ હિસ્ટ્રીમાં જેટલા સંપર્કમાં આવ્યા તે તમામના ટેસ્ટ કરવામાં આવ્યા, આખો પરિવાર નેગેટિવ : નોંધનીય છે કે જામનગરનાં આ શંકાસ્પદ વ્યક્તિ વિશે તંત્ર જાણ થતાં જ ઘરનાં 10 સભ્યોનો તાત્કાલિક કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે તમામ ઘરના સભ્યો નેગેટિવ સાબિત થયા હતા. ટ્રાવેલ હિસ્ટ્રી જોવા જઈએ 87 જેટલા લોકો આ વ્યક્તિની સંપર્કમાં આવ્યા હતા અને ચાર લોકો પ્રવાસમાં સાથે જ હતા. તે તમામ 87નાં પણ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

ચોંકવાનારી બાબત એ છે આ દર્દીએ કોરોના વેક્સિનનાં બંને ડોઝ લઈ લીધા હતા છતાં કોરોના વાયરસની ઝપેટમાં આવ્યો છે. તંત્ર હવે સંપર્કમાં આવેલ તમામ લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.

ગુજરાતમાં ઓમિક્રોનની દસ્તકથી આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયુ છે. ગુજરાતમાં પ્રથમ કેસ પોઝિટિવ આવતા સરકાર હરકતમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં બેઠકનો દોર શરૂ થયો છે. ગાંધીનગરમાં તાત્કાલિક અસરથી આરોગ્ય વિભાગની બેઠક મળી છે. હવે આ ચર્ચા બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળશે. આ બેઠકમાં ગુજરાતમાં ટેસ્ટિંગ અને ટ્રેસિંગ સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે. તેમજ ગુજરાતમાં કયા કયા પગલા લઈ શકાય અને નિયંત્રણો લગાવવાના મામલે પણ મહત્વની ચર્ચા થઈ શકે છે.

કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો સામનો કરવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વિશેષજ્ઞ દળ દક્ષિણ આફ્રિકા પહોંચ્યું છે. આ દળ ગૌંતેંગ પ્રાંતમાં મામલાને પહોંચી વળવાના પ્રયાસોમાં મદદ કરશે. ઓમિક્રોન લગભગ 30 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. WHOના આફ્રિકાના ક્ષેત્રીય ઈમરજન્સી ડિરેક્ટર ડો. સલામ ગુણે જણાવ્યું કે ઓબ્જર્વેશન અને કોન્ટેક્ટ ટ્રેસિંગમાં મદદ માટે વિશેષજ્ઞોની એક ટીમ ગૌતેંગ મોકલવામાં આવી છે. જ્યારે એક દળ પહેલા જ દક્ષિણ આફ્રીકામાં હાજર છે અને જીનોમ અનુક્રમણમાં મદદ કરી રહી છે.

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ત્યારે કોરોનાના નવા વેરિએન્ટે દુનિયામાં દસ્તક લઈ લીધી છે તેની ઝપેટમાં અનેક દેશો આવી ગયા છે ત્યારે કોરોનાનો આ વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ કરતા પણ ઘાતક હોવાનું મહાઈ રહ્યું છે એવામાં અમદાવાદના એક સાથે કોરોના 30 નવા કેસ સામે આવ્યા છે, દુબઇથી અમદાવાદ આવેલા 30 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે મહત્વનું છે કે દુબઈમાં લગ્ન પ્રસંગે 550થી વધુ લોકો દુબઇ ગયા હતા જેમાંથી 30 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તમામલ લોકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાનો ભોગ બનેલા લોકોમાં માટો ભાગના યુવાનોનો સમાવેશ થાય છે.

આખરે ઓમિક્રોન વાયરસે ગુજરાતમાં એન્ટ્રી (omicron virus) કરી લીધી છે. જીવલેણ વાયરસની ગુજરાતમાં એન્ટ્રીથી આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે. ઓમિક્રોનનો વેરિયન્ટ ગુજરાતમાં એક્ટિવેટ થતા જ જામનગરના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જામનગરનો શખ્સ ઝિમ્બાબ્વેથી પરત ફર્યો હતો. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકા (South Africa) થી આવ્યો હોવાનું જાણવા મળતા જ તેને તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો. આઇસોલેટ કરાયેલ પુરુષને ઓમિક્રોનનો વાયરસ છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ (health department) દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ ન આવે ત્યાં સુધી આફ્રિકાથી આવેલ વ્યક્તિને આઇસોલેટ રાખવામાં આવ્યો હતો. પણ હવે તેમાં ઓમિક્રોન મળી આવતા આરોગ્ય વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે.

ઓમિક્રોનની દહેશત વચ્ચે ઇન્ટરનેશનલ એરપોર્ટ સતર્કતા વધારી દેવામાં આવી છે, મહત્વનું છે કે UKથી આવેલા એક પ્રવાસીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓમિક્રોન વેરિએન્ટને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે જીનોમ સિક્વન્સ માટે સેમ્પલ પુણે લેબમાં મોકવામાં આવ્યા છે UKથી પરત ફરેલા દર્દીને અમદાવાદ બહારની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

વિશ્વમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. વિશ્વમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 671 કેસો નોંધાયા છે. બ્રિટનમાં સતત 5માં દિવસે 1 લાખથી વધુ કોરોનાનાં કેસ આવ્યા હતા કેસો જેમાં ઓમિક્રોન વેરિઅન્ટના નવા 75 કેસ મળ્યા હતા. આ રીતે બ્રિટનમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 134 કેસો નોંધાઈ ચૂક્યા છે. ઇટલીમાં કોરોનાના નવા 17 હજાર 30 કેસો નોંધાયા હતા. ઇટલીમાં એપ્રિલ મહિના બાદ એક દિવસમાં સૌથી વધુ કોરોનાનાં કેસો નોંધાયા હતા. ઇટલીમાં કુલ 4 અને ફ્રાન્સમાં કુલ 2 ઓમિક્રોનના કેસો નોંધાયા છે. અમેરિકામાં 24, જર્મનીમાં 12, બ્રાઝિલમાં 5 ઓમિક્રોનના કેસો નોંધાયા છે. અને ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 2 કેસો નોંધાયા છે.

આખરે ઓમિક્રોન વાયરસે ગુજરાતમાં એન્ટ્રી (omicron virus) કરી લીધી છે. જીવલેણ વાયરસની ગુજરાતમાં એન્ટ્રીથી આરોગ્ય વિભાગ દોડતુ થઈ ગયુ છે. ઓમિક્રોનનો વેરિયન્ટ ગુજરાતમાં એક્ટિવેટ થતા જ જામનગરના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જામનગરનો શખ્સ ઝિમ્બાબ્વેથી પરત ફર્યો હતો. મોરકડાં ગામના વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકા (South Africa) થી આવ્યો હોવાનું જાણવા મળતા જ તેને તાત્કાલિક આઇસોલેટ કરવામાં આવ્યો હતો. આઇસોલેટ કરાયેલ પુરુષને ઓમિક્રોનનો વાયરસ છે કે નહીં તે માટે આરોગ્ય વિભાગ (health department) દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ પુણેની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટ ન આવે ત્યાં સુધી આફ્રિકાથી આવેલ વ્યક્તિને આઇસોલેટ રાખવામાં આવ્યો હતો. પણ હવે તેમાં ઓમિક્રોન મળી આવતા આરોગ્ય વિભાગમાં પણ ફફડાટ ફેલાયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.