કોર્પોરેટરનો ‘રંગીન’ ઓડિયો વાયરલ / આમ આદમી પાર્ટીના મહિલા અને પુરુષ નેતા વચ્ચે ઇલુ-ઇલુનો ઓડિયો વાઇરલ : સાંભળો ઓડિયો

સુરત ટોપ ન્યૂઝ

ગઈ કાલથી જ એક ઓડિયો કલીપ(Audio clip) સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ થઇ રહી છે. આમ આદમી પાર્ટી(AAP)ના બે કોર્પોરેટર હોવાની વાત સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. જેમાં આમ આદમી પાર્ટીના બે કોર્પોરેટર એક મહિલા કોર્પોરેટર અને પુરૂષ કોર્પોરેટરની અંગત વાતચીતની ઓડિયો કલીપ ખુબ જ વાયરલ થઇ રહી છે. આ ઓડિયો કલીપમાં મહિલા અને પુરૂષ કોર્પોરેટર ‘ખુલ્લી મસ્તી’ની વાતો કરી રહ્યા છે. ત્યારે આ ઓડિયો કલીપ વાયરલ થતા રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા ઉઠવા પામી છે.

હાલમાં આ વાયરલ ઓડિયો કલીપમાં મહિલા સભ્ય મહદઅંશે ગાંધીનગરના કોઈ નેતા સાથે વાત કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. મહિલા કોર્પોરેટર સામેથી ફોન લગાડી વાતની શરૂઆત કરતા કહે છે કે, ક્યાં છો તમે ? સુરત કે અહીંયા ? સામે પુરૂષ કોર્પોરેટર કહે છે કે, અહિયાં… મહિલા કોર્પોરેટર કહે છે કે, હું કઈ સામેથી થોડી કહું, અને પુરૂષ કોર્પોરેટર કહે છે કે, તો લે ને હું કહું, ‘ચાલ ફરવા લઈ જાવ’, ત્યાર બાદ બંને કોર્પોરેટર વચ્ચે હસાહસી ચાલે છે.

બન્ને વચ્ચે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. સોશિયલ મીડિયામાં કથિત ઓડિયો ક્લિપમાં બે કોર્પોરેટરોની ફોન પર વાતચીતમાં સંભળાઈ રહ્યું છે કે પુરુષ કોર્પોરેટરની લાળ ટપકતી ઈચ્છા અને મતિને લઈને અનેક ચર્ચા વહેતી થઈ છે.

મહિલા કોર્પોરેટર– હલો..તમે સુરત કે અહિંયા, પુરુષ કોર્પોરેટર– અહીંયા, અહીંયા..કેમ જવાનું છે ક્યાંય? ઓલા ઘનશ્યામ ભાઈ આવ્યા? મહિલા કોર્પોરેટર–  હા, એ જ છે પુરુષ કોર્પોરેટર– તમે આવ્યા છો? મહિલા કોર્પોરેટર– ના, ના હું તો એકલી જ છું…આ તો ફોન કર્યો પુરુષ કોર્પોરેટર– કંઈક જવું છે ફરવા મહિલા કોર્પોરેટર– થોડાક માણસ જેવા થાવ, થોડા માણસ જેવા થાવ પુરુષ કોર્પોરેટર–
માણસ જેવા જ છીએ મહિલા કોર્પોરેટર– હે પુરુષ કોર્પોરેટર– માણસ જેવા જ છીએ, નહીં તો ના લઈ ગયો હું ક્યારનો મહિલા કોર્પોરેટર–
માણસ જેવા છો એટલે પુરુષ કોર્પોરેટર– હા મહિલા કોર્પોરેટર– ના ના આ તો મે કીધું સું કરો છો એમ પુરુષ કોર્પોરેટર– બસ કાર્યાલયે બેસીને આવ્યા મહિલા કોર્પોરેટર– તમારે તમારી બહેનપણીને લઈને અવાય ને..તો એને લઈને જાત ને એમ… પુરુષ કોર્પોરેટર–
કોણ બહેનપણી? મહિલા કોર્પોરેટર– ઘણાને હોય તો એમ… લઈ જવાયને એમ, હું થોડી કંઈ સામેથી તમને કહું કે મને લઈ જાવ…

પુરુષ કોર્પોરેટર– સારું હાલ ક્યાં જાવું છે બોલ? મહિલા કોર્પોરેટર– મારે ક્યાં, પાર્ટીવાળા માથે થોકીને પતાવી દેશે… આ ધંધા નથી કરવા આવ્યા આપણે.. આપણે શુદ્ધ કામ કરવા આવ્યા છીએ..મે તો ફોન એટલે કર્યો હતો કે તમે જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો ને એમા ખરા ઉતર્યા હો એમ.. કે નામ બોલાય છે એમ…થેન્ક્યૂ કહેવા માટે ફોન કર્યો તો કે હાલ ક્યાં લઈ જાઉં ડાયરેક્ટ, શરમેય ના આવે આને..  પુરુષ કોર્પોરેટર–મારું જમા જ છે આમેયમહિલા કોર્પોરેટર–શું જમા છે તમારું?પુરુષ કોર્પોરેટર–ફરવા જવાનું..મહિલા કોર્પોરેટર–
ફરવા જવાનું…મારી ભાભીને ઘરેથી લેતા અવાય ને..પુરુષ કોર્પોરેટર–એ તો છે જ, આ તો આપણે બંન્નેને, તે કીધું હતું ખબર છે નેમહિલા કોર્પોરેટર–શું..આપણો જે સંબંધ છે, ફ્રેન્ડનો સંબંધ છે એ તો રહેવાનો જ છે, એ ક્યાં પુરો થઈ જવાનો છે.પુરુષ કોર્પોરેટર–હા, બરાબરમહિલા કોર્પોરેટર–આપણે તમે તાર મને કેશ પેમેન્ટ આપી દેજો…રોકડા આપી દેશોને…મને તમે સામે કેશ પેમેન્ટ આપી શકો છો, તમારે મને જમાડવાની અને ફેરવવાની ઈચ્છા હોય તો મને કેશ પેમેન્ટ આપી દેજો..ખાલી રોકડા જ માંગું છું બીજું કંઈ નથી માંગતી…

અંતે મહિલા કોર્પોરેટર કહે છે કે, આપણી વચ્ચે ફ્રેન્ડનો સબંધ તો રહેશે જ, મને જમાડવા અને ફેરવવાના બદલે કેશ પે કરી દેજો, કરશો ને? ત્યારે પુરૂષ કોર્પોરેટર હા પાડે છે. આમ આ ઓડિયો હાલ સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.