રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિનના આદેશથી રશિયન સેનાએ યુક્રેન પર આક્રમણ કર્યાને ચાર દિવસ વીતી ગયા છે અને યુક્રેનમાં તબાહીનાં ચોમેર દૃશ્યો જોવા મળી રહ્યાં છે, પરંતુ યુક્રેનના જોશ, સાહસ અને હિંમતનો એક કાંગરો પણ હજુ ખર્યો ન હોય એવું અહેવાલો પરથી પ્રતીત થાય છે. યુક્રેનના સૈનિકો તો દેશ માટે મરી ફીટવા તૈયાર જ છે અને પૂરી તાકાતથી રશિયન સૈન્યને જવાબ આપી રહ્યા છે પણ તેમની સાથે યુક્રેનના નાગરિકોએ પણ યુદ્ધમેદાનમાં ઝંપલાવવાનું શરૂ કર્યું છે.
રસપ્રદ એ છે કે આ યુદ્ધમાં રશિયનોને જડબાંતોડ જવાબ આપવા કોમળ હાથોએ પણ શસ્ત્ર ઉઠાવી લીધા છે. બ્યૂટી-ક્વીનથી લઈને મહિલા સાંસદ સુધીની મહિલાઓએ પણ યુદ્ધમાં ઝુકાવ્યું છે. હાલમાં પ્રાપ્ત અહેવાલો અનુસાર, યુક્રેનની બ્યૂટી-ક્વીન પૂર્વ મિસ યુક્રેન રહેલી એનેસ્ટેસિયા લીનાએ યુક્રેન આર્મી સાથે જોડાઈને રશિયન સૈનિકોને જવાબ આપવાનો નિર્ણય કર્યો છે તો યુક્રેનના મહિલા સાંસદ કિરા રુડિકે પણ હાથમાં કાલાશનિકોવ રાઈફલ ઉઠાવી લીધી છે.
I learn to use #Kalashnikov and prepare to bear arms. It sounds surreal as just a few days ago it would never come to my mind. Our #women will protect our soil the same way as our #men. Go #Ukraine! 🇺🇦 pic.twitter.com/UbF4JRGlcy
— Kira Rudik (@kiraincongress) February 25, 2022
યુક્રેનની પૂર્વ મિસ યુક્રેન રહી ચૂકેલી એનેસ્ટેસિયા લીનાએ દેશના રક્ષણ માટે રશિયન સેના સામે હથિયાર ઉઠાવી લીધા છે. પોતાના સૌંદર્યનો જાદુ ફેલાવનાર આ સુંદરી હવે પોતાના શૌર્યનો પણ પરિચય આપવા કટિબદ્ધ બની છે અને અત્યાર સુધી હાઈ હિલ્સ પહેરનારી એનેસ્ટેસિયા લીના હવે કોમ્બાટ શૂઝમાં સજ્જ જોવા મળે છે. એનેસ્ટેસિયા લીના માતૃભૂમિની રક્ષા માટે હવે યુક્રેન આર્મીમાં જોડાઈ ગઈ છે.
થોડા સમય પહેલા જ અહેવાલો મળ્યા હતા કે યુક્રેનના રાષ્ટ્રપતિ ખુદ પણ પોતાના દેશના આર્મી જવાનોની સાથે રણમેદાનમાં રશિયન સૈન્યનો સામનો કરવા ઉતરી પડ્યા છે. ત્યારે યુક્રેનના એક મહિલા સાંસદ પણ હાથમાં ઘાતક કાલાશનિકોવ રાઈફલ સાથે યુદ્ધ માટે સજ્જ થયા છે. યુક્રેનની વોઈસ પાર્ટીના નેતા અને મહિલા સાંસદ કિરા રૂડિકે કહ્યું હતું કે હાથમાં રાઈફલ હોવાથી તેમને રશિયનોને પાછા હટાવી શકાશે એવી આશા જાગે છે.
કિરા રૂડિકે કહ્યું હતું કે હજુ થોડા દિવસ અગાઉ જ કાલાશનિકોવ રાઈફલ ચલાવતા શીખી પણ ત્યારે ખ્યાલ નહોતો કે ટૂંક સમયમાં તેનો ખરો ઉપયોગ કરવાનો આવશે. તેમણે કહ્યું હતું કે અમારા દેશની મહિલાઓ પણ સાહસિક છે અને પુરુષોની જેમ જ માતૃભૂમિના રક્ષણ માટે યુદ્ઘના મેદાનમાં ઊતરી રહી છે.
સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતાં તેણે લખ્યું કે, ‘જે કોઈ કબજાના ઈરાદા સાથે યુક્રેનની સરહદમાં પ્રવેશ કરશે, તેને મારી નાખવામાં આવશે. પરંતુ અનાસ્તાસિયા લેનાએ નકારી કાઢ્યું કે તે સૈન્યમાં જોડાઈ છે.
અનાસ્તાસિયાએ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનો સૈનિકો સાથે ચાલતો ફોટો પણ શેર કર્યો હતો અને તેમને “સાચા અને મજબૂત નેતા” તરીકે વર્ણવ્યા હતા.
તમે જણાવી દઇએ કે, અનાસ્તાસિયાના ઇન્સ્ટાગ્રામ પર 75,000 ફોલોવર્સ છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!