ઓફિસર હોઈ તો આવી / આ મહિલા IPS નું નામ સાંભળતા જ થરથર ધ્રુજવા લાગે છે માથાભારે ગુનેગારો, લુખ્ખાઓની થઇ જાય છે હવા ટાઈટ, જાણો કોણ છે?

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

મહિલા IPS અધિકારી અંકિતા શર્મા નક્સલ પ્રભાવિત બસ્તર જિલ્લામાં નક્સલ ઓપરેશનને કમાન્ડ કરી રહી છે અને આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેની ખૂબ ચર્ચા થઈ રહી છે. બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડને અંકિતા શર્માના જોરદાર વખાણ કર્યા છે અને તેને અસલી હિરોઈન ગણાવી હતી. અંકિતા શર્માની ઓળખ એક દબંગ અને બહાદુર ઓફિસર તરીકે થાય છે. તમને જણાવી દઈએ કે, અંકિતા તેના કામ સિવાય, તેના ગોરા લુકને લઈને પણ ચર્ચામાં રહે છે અને ઘણી વખત ઈન્સ્ટાગ્રામ પર સ્ટાઈલિશ ફોટો પણ શેર કરતી રહે છે.

રવિના ટંડને કહ્યું- ‘આ છે અસલી હિરોઈન’
વાસ્તવમાં, એક સોશિયલ મીડિયા યુઝરે IPS અંકિતા શર્માની તસવીરો શેર કરીને ટ્વિટ કર્યું કે, ‘બસ્તરમાં પહેલીવાર નક્સલ ઓપરેશનની કમાન મહિલા IPSના હાથમાં છે.’ આ ટ્વીટને રીટ્વીટ કરતા રવિના ટંડને લખ્યું, ‘True Blue Blooded Heroines.. #proudindianwomen.’ ખુદ અંકિતા શર્માએ પણ રવિના ટંડનના ટ્વીટ પર કોમેન્ટ કરી અને પ્રશંસા બદલ આભાર માન્યો.

અંકિતા રવિવારે બની જાય છે શિક્ષક
IPS અંકિતા શર્મા અવારનવાર એવા યુવાનોને મદદ કરે છે જેમને કંઈક કરવાની ઈચ્છા હોય છે. વાસ્તવમાં અંકિતા આખું અઠવાડિયું ડ્યુટીમાં વ્યસ્ત રહે છે અને રવિવારે શિક્ષકની ભૂમિકા ભજવે છે. આ દરમિયાન તે પોતાની ઓફિસમાં લગભગ 20-25 વિદ્યાર્થીઓને ભણાવે છે, જેઓ પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના એવા યુવાનોનો સમાવેશ થાય છે, જેઓ મોંઘા કોચિંગનો ખર્ચ ઉઠાવી શકતા નથી.

IPS અંકિતા શર્મા છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તરમાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ (ASP) તરીકે પોસ્ટેડ છે અને નક્સલ ઓપરેશનને કમાન્ડ કરી રહી છે. અંકિતા છત્તીસગઢના દુર્ગ જિલ્લાના એક નાનકડા ગામની છે અને તેણે પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાંથી કર્યું છે.

નાનપણથી જ આઈપીએસ બનવાની ઈચ્છા હતી
અહેવાલ મુજબ, અંકિતા શર્માએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે બાળપણથી જ આઈપીએસ બનવા માંગતી હતી, પરંતુ તેને આ વિષય વિશે કોઈ જાણકારી નહોતી અને તેને માર્ગદર્શન આપનાર કોઈ નહોતું. જેના કારણે તેને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

2018માં મળી સફળતા
અંકિતા શર્માને વર્ષ 2018માં ત્રીજા પ્રયાસમાં સફળતા મળી હતી. તેણે UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં 203મો રેન્ક મેળવ્યો અને તેનું IPS બનવાનું સપનું પૂરું કર્યું. અંકિતા હોમ કેડર મેળવનારી છત્તીસગઢની પ્રથમ મહિલા IPS બની છે.

એમબીએ પછી યુપીએસસીની તૈયારી
અંકિતા શર્માએ તેનો પ્રારંભિક અભ્યાસ દુર્ગ જિલ્લામાંથી કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી અંકિતાએ MBA કર્યું અને પછી UPSC પરીક્ષાની તૈયારી કરવા દિલ્હી ગઈ, પરંતુ તેણે ત્યાં માત્ર છ મહિના જ અભ્યાસ કર્યો અને પછી ઘરે આવીને સ્વ-અભ્યાસ કર્યો.

તૈયારી દરમિયાન થયા ગયા હતા લગ્ન
અંકિતા શર્માએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે યુપીએસસીની તૈયારી દરમિયાન લગ્ન કર્યા હતા. તેમના પતિ વિવેકાનંદ શુક્લા આર્મીમાં મેજર છે અને હાલમાં મુંબઈમાં પોસ્ટેડ છે. પતિ સાથે રહેતી વખતે તેને જમ્મુ અને કાશ્મીર, હૈદરાબાદ, ઝાંસી જેવા શહેરોમાં રહેવું પડ્યું અને તે યુપીએસસીની પરીક્ષામાં બે વખત નાપાસ થઈ, પરંતુ તેણે હાર ન માની અને ત્રીજી વખત પરીક્ષા પાસ કરી હતી.

ઘોડેસવારી અને બેડમિન્ટનનો શોખ
અંકિતા શર્માને ઘોડેસવારી અને બેડમિન્ટન રમવાનો શોખ છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ઘોડેસવારીનાં ફોટા શેર કરતી રહે છે. ગયા વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ પર અંકિતા શર્માએ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પરેડનું નેતૃત્વ કર્યું હતું. આ સાથે, તે રાજ્યના ઇતિહાસમાં પ્રજાસત્તાક દિવસની પરેડની કમાન સંભાળનારી પ્રથમ મહિલા પોલીસ અધિકારી બની છે.

અપરાધો પર લગાવ્યા નિયંત્રણ
અંકિતા શર્માએ રાયપુરમાં સિટી સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (CSP) રહીને ખૂબ જ સારું કામ કર્યું અને ગુનાને કાબૂમાં લેવામાં સફળ રહી હતી. અંકિતા કહે છે કે, જે રીતે તમામ મુશ્કેલીઓ બાદ IPSની પરીક્ષા પાસ કરીને તેની પસંદગી કરવામાં આવી છે, તે મુશ્કેલી અન્ય કોઈએ લેવી જોઈએ નહીં.

અંકિતા શર્મા કહે છે કે મહિલાઓ કોઈથી ઓછી નથી અને તેમણે લોકોની સેવા કરવા માટે યુનિફોર્મ પહેર્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં અંકિતાએ કાયદાના શાસનને લઈને મહિલા નેતા સાથે ઝઘડો કર્યો હતો. સોશિયલ મીડિયા પર આ બાબતની ખૂબ ચર્ચા થઈ હતી અને લોકોએ અંકિતાના ખુબ વખાણ કર્યા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.