બાપરે આ શું / ભાજપના જ તાલુકા પંચાયતના મહિલા સભ્યનો દારૂ વેંચતા વીડિયો વાયરલ, પાણીના પાઉચ વેચતા હોય તેમ ગુજરાતના આ ગામમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ

ગુજરાત ટોપ ન્યૂઝ

ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે ત્યારે આ વચ્ચે એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો જેમાં બારડોલીના બાબેન ગામમાં દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો છે.

  • બેખોફ રીતે દારૂનું વેચાણ, ઉઠ્યા અનેક સવાલ 
  • પોલીસની રહેમનજર હેઠળ ખુલ્લેઆમ દારૂનું વેચાણ
  • પાણીના પાઉંચ વેચતા હોય તેમ દારૂનું વેચાણ  

ગુજરાતમાં દારૂબંધીની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે આ વચ્ચે એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. બારડોલીના બાબેન ગામમાં દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો છે.

જો કે રાજ્યમાં આવા વીડિયો વાયરલ થવા નવાઇની વાત નથી.

પોલીસની રહેમનજર હેઠળ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું 
રોજ આવા વીડિયો સામે આવે છે અને પોલીસની રહેમનજર હેઠળ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય તેવા પણ વીડિયો સામે આવે છે. પરંતુ આ વીડિયો ચોંકાવનારો એટલા માટે છે કારણ કે વીડિયોમાં દેખાતા મહિલા બુટલેગર સંસ્કારી અને સિસ્ત પાર્ટી ભાજપના તાલુકા પંચાયતના સભ્ય છે.

આ વીડિયો ભાજપ પાર્ટી માટે શરમજનક 
વીડિયોમાં દેખાતા મહિલા શકુંતલા રાઠોડ સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતની બાબેન બેઠક-2ના સભ્ય છે. અને આ ગામ ગુજરાત સરકારના મંત્રી ઇશ્વર પરમારનું ગામ છે. મંત્રી ઈશ્વર પરમારના ગામ બાબેનની બેઠક પરથી ચૂંટણી જીતી છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે ભાજપના તાલુકા પંચાયતના સભ્ય શકુંતલા રાઠોડ બેખોફ રીતે દારૂનું વેચાણ કરી રહ્યાં છે. કારણ કે તેમને ખબર છે કે તેઓ સત્તાધારી પાર્ટીના સભ્ય છે.

બેખોફ રીતે દારૂનું વેચાણ, ઉઠ્યા અનેક સવાલ 
રાજ્યની ભાજપ સરકાર દારૂબંધીને લઈને મોટા મોટા બણગાં ફૂંકતી હોય છે. પરંતુ વાઈરલ થયેલા આ વીડિયોએ સરકારની સાથે સાથે ભાજપના બેવડા માપદંડોને પણ ઉઘાડા પાડી દીધા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે રાજ્યમાં દારૂબંધીના બણગાં ફૂંકતી સરકાર હવે આ વીડિયોને લઇ શું કહેશે? બધાને ખબર છે ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળ પર જ છે? ભાજપના નેતા જ જો બુટલેગર હોય તો શું કહેવું ? સિસ્તની વાત કરતી ભાજપ પાર્ટી આવા બુટલેગરને કેમ ટિકિટ આપે છે?

ક્યાં છે ગુજરાતમાં દારૂ બંધી, ખુલ્લેઆમ દારૂનું વેચાણ 
મહત્વનું છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે એટલું જ નહીં ભાજપના તાલુકા પંચાયતના સભ્ય સકુંતલા રાઠોડ બેખોફ બને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરી રહ્યા છે ત્યારે દારૂબંધીનો ઢોલ પીટતી સરકાર હવે તેમના નેતા સામે કાર્યવાહી કરશે?. તેની સામે પણ એક સવાલ થઈ છે ઉભો છે રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વર પરમારના ગામમાં જ દારૂનું વેચાણ ચાલે છે તો શું સરકારને તેની ખબર છે કે નહીં આ વીડિયો ભાજપ માટે શરમજનક છે. રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વર પરમારના ગામમાં જ દારૂનું વેચાણ કરતું હોય તેવો વીડિયો હાલ સૌ કોઈમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પાણીના પાઉંચ વેચતા હોય તેમ દારૂનું વેચાણ  
ભાજના સભ્ય છો તો શું થયું કોઈ નિયમ તમને કોઈ નિયમ લાગું નહીં પડે? શું પોલીસ હવે આ તા.પંચાયતના સભ્ય અને ભાજપ નેતા સામે કાર્યવાહી કરશે?. પાણીના પાઉચ વેચતા હોય તેમ દારૂનું વેચાણ કરે છે અને કોઇ કાર્યવાહી પણ નહીં?. તેમના નેતા બુટલેગર છે તેવું જાણી ભાજપ પાર્ટી તેમની સામે શું એક્શન લેશે?. સંસ્કારી ગણાતી ભાજપ પાર્ટી આવા બુટલેગર નેતા સામે કાર્યવાહી કરશે?. તો શું આ છે ગુજરાતની કહેવાતી દારૂબંધી?

Leave a Reply

Your email address will not be published.