ગુજરાતમાં દારૂબંધીના દાવો ફરી એકવાર પોકળ સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે જેને પગલે યુવાનોને આ દૂષણથી બચાવવા સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ યુવાનો દારુની લત મુકી રહ્યા નથી. આવું અમે નથી કહી રહ્યા..
પરંતુ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં બનેલી ઘટના ચાડી ખાઈ રહી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એવું લાગે છે કે અંદરખાને જ નહીં, છૂટથી ગમે ત્યાં જેટલો જોઈએ તેટલો દારુ મળે છે અને પીવાય પણ છે. વડોદરામાં આવેલી એમ એસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત છે. આ યુનિવર્સિટીમાં ફરી એકવાર શર્મસાર કિસ્સો સામે આવ્યો છે.
આ યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલમાં દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા છે, જેણા કારણે શિક્ષણ જગતને આંચકો લાગ્યો છે. એલ.બી.એસ બોયઝ હોસ્ટેલમાં રૂમ નંબર 14માં બે વિદ્યાર્થીઓ દારૂની મહેફીલ માની રહ્યા હતા. ત્યારે બાતમીના આધારે યુનિ. વિજિલન્સ ટીમે ગઈકાલે રાત્રે 1 વાગે રૂમમાં રેડ પાડી હતી.
જેમાં બોઇઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા છે. જેને લઇને પોલીસે આ બન્ને વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા તપાસ કરતા આ રૂમ નંબરમાં આદર્શસિંગ અને વિજય મેરોઠા નામના બે વિદ્યાર્થીઓ દારૂના નશામાં ચુર હાલતમાં જોવા મળ્યા હતા. પછી પોલીસ દ્વારા બન્ને વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી.
તેમના વિરૂધ્ધ પ્રોહિબીશન હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રેડ પાડી ત્યારે બન્ને વિદ્યાર્થીઓ ચાલી શકે તેવી હાલતમાં પણ ન હતા. વડોદરામાં આવેલી એમ એસ યુનિવર્સિટીમાં LLB માં લો અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ દારૂ પીતા રંગેહાથ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
યુનિ. વિજિલન્સની ટીમ બંને વિદ્યાથીઓને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે બંને વિદ્યાર્થીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી અટકાયત પણ કરી છે. હવે આ ઘટનાના પગલા સમગ્ર વડોદરા શહેરમાં પડ્યો છે. યુનિ.માં વિદ્યાર્થીઓ દારૂ લઈને કેવી રીતે આવ્યા તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે. યુનિ. સિક્યોરિટી કે હોસ્ટેલના વોર્ડન શું કરે છે તે પણ સવાલ લોકોના મનમાં ફરી રહ્યો છે. આ ઘટનાને પગલે સરકાર અને વડોદરા પોલીસના દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાનો દાવો પોકળ સાબિત થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!