ગોડાઉનમાં સૂતી ગરીબ છોકરી કઈ રીતે બની દુનિયાના નંબર-1 ફૂટબોલરની ગર્લફ્રેન્ડ? જાણો રોનાલ્ડો અને રોડ્રિગ્ઝની રોચક પ્રેમ કહાની

ટોપ ન્યૂઝ વર્લ્ડ

પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની જેમ જ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ પણ ઘણી ચર્ચામાં રહે છે. તે અત્યંત લક્ઝરી લાઈફ જીવે છે. એક સમય હતો જ્યારે તે એક સ્ટોરમાં કામ કરતી હતી. તેની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. પરંતુ રોનાલ્ડો સાથે મુલાકાત પછી જ્યોર્જિનાની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. પોતાના રોમાંસના શરૂઆતના દિવસોને યાદ કરતાં 27 વર્ષની આર્જેન્ટિનાની મોડલ જ્યોર્જિના કહે છે કે તે સ્પેનના મેડ્રિડના ગુસી સ્ટોરમાં સેલ્સ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી. અહીંયા જ તેની મુલાકાત રોનાલ્ડો સાથે થઈ. તેના પછી તે સ્ટોર બસથી જતી અને પછી રોનાલ્ડોની 15 કરોડની બુગાટી કારમાં ફરતી.

બહુ ગરીબીમાં જીવન પસાર કર્યું
હાલમાં જ નેટફ્લિક્સના એક ડોક્યુમેન્ટરી વીડિયોમાં જ્યોર્જિનાએ જણાવ્યું કે રોનાલ્ડોને મળતાં પહેલાં તેની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. ત્યાં સુધી કે તે એક નાના ગોડાઉનમાં રહેવા માટે મજબૂર હતી. તેની પાસે એસી કે હિટર સુધી ખરીદવાના પૈસા ન હતા.

હવે જીવે છે લક્ઝરી લાઈફ
જોકે હવે જ્યોર્જિનાની લાઈફસ્ટાઈલ અત્યંત લક્ઝરી છે. તે 48 કરોડના શાહી મહેલમાં રહે છે. 55 કરોડના યોટમાં મુસાફરી કરે છે. અને બુગાટી, રોલ્સ રોય અને ફેરારી જેવી લક્ઝરી કારમાં ફરવા જાય છે. તેના બંગલામાં ઈનડોર અને આઉટડોર સ્વિમિંગ પુલ, એક જિમ અને એક ફૂટબોલ પિચ પણ છે. હવાઈ મુસાફરી માટે તેની પાસે પ્રાઈવેટ જેટ પણ છે.

ઘર વિશે માહિતી મેળવવામાં 6 મહિના લાગી ગયા
જયોર્જિના કહે છે કે જ્યારે હું પહેલીવાર રોનાલ્ડોના ઘરે ગઈ હતી ત્યારે હું પાણી માટે કિચનમાં જતી હતી ત્યારે ખોવાઈ જતી. કેમ કે ઘર બહુ મોટું હતું. ક્યારેક-ક્યારેક મને લિવિંગ રૂમમાં પાછા ફરતાં અડધો કલાક લાગી જતો હતો. કેમ કે મને નાના એપાર્ટમેન્ટમાં રહેવાની આદત હતી. મને ઘર વિશે માહિતી મેળવવામાં 6 મહિના લાગી ગયા હતા.

રોનાલ્ડોની ગર્લફ્રેન્ડના રૂપમાં જ્યોર્જિના સોશિયલ મીડિયા પર સૌથી વધારે ફોલો કરવામાં આવતી મહિલામાંથી એક છે. જ્યોર્જિના એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ છે. તેના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 3 કરોડ ફોલોઅર્સ છે. તે અનેક મોટી-મોટી બ્રાન્ડને એન્ડોર્સ કરે છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Georgina Rodríguez (@georginagio)

રોનાલ્ડો-જ્યોર્જિનાના સંબંધને 5 વર્ષ થયા
રોનાલ્ડો અને જ્યોર્જિના લગભગ 5 વર્ષથી એકબીજાને ઓળખે છે. તેમણે જૂન 2016માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. 36 વર્ષના રોનાલ્ડો સાથે જ્યોર્જિનાની પહેલી મુલાકાત 2016માં સ્પેનમાં થઈ હતી. જ્યારે તે ગુસીના શો રૂમમાં ગયો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.