પેહલા કાંડ પછી સરન્ડર / પતિએ આવેશમાં આવીને પિત્તો ગુમાવી પત્ની સાથે કરી મારામારી, પછી ડાઇરેક્ટ માસુમ બનીને પોલીસ સ્ટેશન જઈને જે કર્યું એ જાણીને તમે ચોંકી ઉઠશો

ગુજરાત

પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી પતિએ છરી અને લાકડીના ઘા મારી પત્નીની કરી હત્યા અને ત્યાર બાદ પતિ સાંતલપુર પોલીસ મથકે હાજર થઇ જતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આરોપી પતીએ સઘળી ઘટનાની વિગતો પોલીસને જણાવતા પોલીસે આરોપી પતિને જેલના સળિયા પાછળ ધકેલીને ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં પરણિત મહિલા મૃત હાલતમાં જણાઈ આવતા પીએમ અર્થે સરકારી હોસ્પિટલ મોકલી આપી સાંતલપુર પોલીસ મથકે મૃતક મહિલાના પરિવારજનોની ફરિયાદ નોંધી આરોપી પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સાંતલપુર વિસ્તારમાં એવી ઘટના સામે આવી જેમાં પતિ એ જ પોતાની પત્નીની હત્યા કરી પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. આ ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. સાંતલપુર નજીક સમ્રાટ કંપનીમાં લાલજી ભાઈ નથુભાઈ ખીમસૂર નામનો યુવક તેની પત્ની સહીત પરિવાર સાથે રહી મીઠાંના કામની મજૂરી કરતો હતો. પરિવારનું ગુજરાન ચલાવતો પરંતુ આ દરમ્યાન પતિએ તેની પત્નીના ચરિત્ર પર શંકા કરી અવર નવાર બંને વચ્ચે ઝઘડા થતા હતા.

ગત મોડી રાત્રે પતિ અને પત્ની વચ્ચે બોલાચાલી થયાં બાદ વાત વધુ વણસી જવા પામી હતી. પતિ લાલજીએ ગુસ્સામાં આવી જઈ હાથમા લાકડી લઇ પત્નીના માથામાં જોરથી ધા કરી તેમજ તેની પાસે રહેલ છરી કાઢીને પત્નીના પેટના ભાગે ધા કરતા પત્ની લોહી લુહાણા હાલતમાં જમીન પર ફેસડાઈ પડી હતી. મહિલાનું મોત થતા હત્યારો પતિ ઘરેથી નીકળીને સાંતલપુર પોલીસ મથકે હાજર થઇ જઈ તેને હત્યાની કબૂલાત કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચીને જોતા મહિલા જમીન પર લોહી લુહાણ હાલતમાં જમીન પર પડી હતી, ત્યારે પોલીસે સ્થળ પરથી લોકોની પૂછપરછ કરીને પંચનામું કરી લાશને પીએમ માટે સાંતલપુર સરકારી હોસ્પિટલ ખસેડી હતી. ત્યાર બાદ પોલીસે આરોપીની પૂછપરછ કરતા ઘર કંકાસમાં હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. મોડી રાત્રે મહિલાના પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા અને તેણે મહિલાના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.