ધ્યાનમાં લેજો મારા બાપ / ઉતરાયણનાં દિવસે ક્યાંય પણ ઘાયલ પક્ષી દેખાય તો માત્ર આ નંબર પર વ્હોટ્સએપ કરજો, સીધી લાલ લાઇટ વાળી ગાડી આવી જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

રાજ્યભરમાં 11મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી-ર૦રર સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવારનું અનોખું અભિયાન કરૂણા અભિયાન શરૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં જીવો-જીવવાદો-જીવાડો’નો જીવદયા અભિગમ સાકાર થશે તેવું પણ તેમણે જણાવ્યું હતું. રાજ્યભરમાં ૭૦૦થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો ૬ર૦ થી વધુ તબીબો આ કામમાં લાગી ચુક્યાં છે. ૬ હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો ‘કરૂણા અભિયાન’માં સહભાગી થશે.

પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટ્સએપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે. આગામી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે તા.11મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી-ર૦રર દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશાદર્શનમાં યોજાશે.

આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે. જીવો, જીવવાદો અને જીવાડો’’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે.

તદ્દઅનુસાર, વોટ્સએપ ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર ‘Karuna´મેસેજ ટાઇપ કરવાથી કે વેબસાઇટ https://bit.ly.karunaabhiyan ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું જ નહિ, પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર ૧૯૬૨ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે. આગામી ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે ૭૦૦થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, ૬ર૦થી વધારે તબીબો તેમજ ૬૦૦૦ ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.

ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. પાછલા પાંચ વર્ષોમાં અંદાજે પ૦ હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર-સુશ્રુષા કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપિલ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.