ટ્વીટર પર મલાકારા નામના એક યુઝરે લખ્યું હતું દુનિયાભરમાં પુર, આગ અને કોરોના વાયરસનો કહેર એજ સંકેત છે, જેની ૪૬૫ વર્ષ પહેલાં નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી. વળી અન્ય એક યુઝરે સ્પેનીશ ભાષામાં ટ્વિટ કરીને લખ્યું હતું કે ૨૧મી સદીમાં આવનારી મહામારી એ પગલા રાખી દીધા છે. આ નાસ્ત્રેદમસની જ એક ભવિષ્યવાણી હતી. આપણે મોતની ખુબ જ નજીક છીએ.
ઘણા ઓનલાઈન થિયોરિસ્ટસ નું કહેવું છે કે માઇકલ નાસ્ત્રેદમસે ૧૫મી શતાબ્દીમાં પોતાની ભવિષ્યવાણીમાં એક ભયંકર મહામારી ફેલાવાની સંભાવના વ્યક્ત કરી હતી. નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણીઓ રહસ્યમય વાક્યોનાં રૂપમાં મળે છે, જેને ચોપાઈ કહેવામાં આવે છે. તેની ભવિષ્યવાણીઓ પહેલી વખત ૧૫૫૫માં અસ્તિત્વમાં આવી હતી.
ઓનલાઈન થિયોરિસ્ટસ માં દાવો કરવામાં આવેલ છે કે નાસ્ત્રેદમસે ની એક ચોપાઈ માં કોરોના વાયરસનો પણ ઉલ્લેખ છે. જેમાં સમુદ્ર થી નજીક એક શહેરમાં મોટી મહામારી ફેલાવવાની વાત કહેવામાં આવી છે. આ મહામારી લોકોને મૃત્યુ સુધી પહોંચાડ્યા વગર અટકશે નહીં. જણાવી દઈએ કે હુબેઇ પ્રાન્ત પુર્વી ચીનનો જ એક સમુદ્ર થી નજીક રહેલો ભાગ છે. નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણી માં જે શહેરનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, તેને વુહાન શહેર જણાવવામાં આવી રહેલ છે. આ શહેરમાં સમુદ્રી જીવો નો વેપાર કરવાનું એક માર્કેટ પણ છે.
તેમની ભવિષ્યવાણી ઉપર વિશ્વાસ કરવા વાળા લોકોનું કહેવું છે કે નાસ્ત્રેદમસ એજ વ્યક્તિ છે જેમણે ૧૬૬૬માં લંડનની ગ્રેટ ફાયર અને ૧૯૩૩માં હિટલરનાં ઉદય એવી ભવિષ્યવાણી કરી હતી.. નાસ્ત્રેદમસે પોતાના પુસ્તક પ્રોફેસીજ વર્ષ ૨૦૨૦ને લઈને આજથી અંદાજે ૫૦૦ વર્ષ પહેલાં એવી ભવિષ્યવાણી કરી હતી, જે રુવાડા ઉભા કરી નાખે એવી હતી. નાસ્ત્રેદમસે ૨૦૨૦ ને ભયાનક વર્ષ બતાવેલ છે.

નાસ્ત્રેદમસ ની સાચી સાબિત થયેલી ભવિષ્યવાણીઓ
ફ્રાન્સની ક્રાંતિ અને નેપોલિયન બોનાપાર્ટ નાં જન્મથી અંદાજે ૨૦૦ વર્ષ પહેલાં નાસ્ત્રેદમસે આ બાબતમાં દુનિયાને જણાવી દીધું હતું. દુનિયાભરમાં સૌથી મોટી તબાહી લાવનાર દ્વિતીય વિશ્વ યુદ્ધ વિશે પણ નાસ્ત્રેદમસે આગાહી કરેલ હતી.
તેમણે ૫૦૦ વર્ષ પહેલાં જ જણાવી દીધું હતું કે આ દુનિયાના લોકો એ બે વિશ્વ યુદ્ધ સહન કરવા પડશે, જેમાં લાખો લોકો ખતમ થઇ જશે. ૧૯૩૯થી ૧૯૪૫ ની વચ્ચે આ યુદ્ધ થશે અને લાખો સૈનિકો અને સામાન્ય લોકો પોતાનો જીવ ગુમાવશે.
દુનિયાએ પહેલી વખત અણુ બોમ્બ ની તબાહી જોઈ. યુદ્ધ ખતમ થયું તો તેમાં સામેલ દેશોની અર્થવ્યવસ્થા, ઉદ્યોગ-ધંધા અને સૈન્ય તાકાતો બરબાદ થઈ ગઈ. નાસ્ત્રેદમસનાં પુસ્તકમાં એક સડક દુર્ઘટનામાં બ્રિટેનની રાજકુમારી ડાયનાનાં મૃત્યુ અને અમેરિકી રાષ્ટ્રપતિ જોને કેનેડીનાં મૃત્યુ નો પણ ઉલ્લેખ છે.
ભારતનાં પુર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું મૃત્યુ તેમના અંગરક્ષકોનાં હાથે થશે તેના વિશે પણ નાસ્ત્રેદમસે સંકેત આપ્યા હતા. અમેરિકા પર ૯/૧૧ ની દુર્ઘટના થી લઈને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે પણ નાસ્ત્રેદમસ ની ભવિષ્યવાણી કરી હતી, જે હકીકત સાબિત થઇ ચુકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?
? વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!