શું રેખા અને ઇમરાન વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યુ હતું ? અને શું તેઓ લગ્ન પણ કરવાના હતા. તમને પણ વાંચીને લાગશે ઝટકો.

ટોપ ન્યૂઝ બોલિવૂડ

એકસમયે રેખા અને પાકિસ્તાનના વડાપ્રધાન હતા ગળાડૂબ પ્રેમમાં, એવું અખબાર થઇ રહ્યુ છે વાયરલ.

ભારત અને પાકિસ્તાનમાં એક વાત ખુબ કોમન છે તે છે ક્રિકેટ ઇન્ડસ્ટ્રી અને સિનેમા. બોલીવૂડની હસીનાઓએ ક્રિકેટર્સ સાથે લગ્ન કર્યા છે ત્યારે રેખા પણ એક સમયે આ ખેલાડીના પ્રેમમાં હતી.

રેખાને કરવા હતા ઇમરાન સાથે લગ્ન

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને બોલીવૂડની હુસ્ન એ મલ્લિકા રેખા વચ્ચે ઇલુ ઇલુની ખબર આવી હતી અને વાત ત્યાં સુધી આગળ વધી ગઇ હતી કે રેખાએ ઇમરાન સાથે લગ્ન કરવા માટે હા પણ પાડી દીધી હતી. હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક જૂના અખબારનુ પેજ વાયરલ થઇ રહ્યુ છે જેમાં લખ્યુ છે કે રેખા અને ઇમરાન વચ્ચે ઇલુ ઇલુ ચાલી રહ્યુ છે અને તેઓ લગ્ન કરી શકે છે. આ વાંચીને તમને પણ ઝટકો લાગશે કારણકે આ કટિંગ 11 જૂન 1985નું છે. આ કટિંગમાં આપણે સાફ જોઇ શકીએ છીએ કે તેમાં ઇમરાન અને રેખાની તસવીર છપાયેલી છે અને સાથે તે ન્યૂઝના હેડિંગમાં બંનેના લગ્નની અફવા વિશે છપાયુ છે. તેમાં સાફ લખ્યુ છે કે રેખા અને ઇમરાન લગ્ન કરવાના છે.

ઇમરાન અને રેખાએ લગ્ન કેમ ન કર્યા તે વાતનો ખુલાસો હજુ સુધી થઇ શક્યો નથી પરંતુ આ કપલ તે સમયનુ બહુચર્ચિત કપલ રહ્યું હશે તેવુ આ કટિંગ ઉપરથી જાણી શકાય છે. 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *