બાપા સીતારામનું આ રહસ્ય તમે નહીં જાણતા હોય, ફોટોને સ્પર્શ કરી શેર કરો તમારી બધીજ મનોકામના થશે પૂર્ણ

ધર્મ

પરમ પૂજય બજરંગદાસ બાપા નું પ્રાગટ્ય ભાવનગરથી 6 કિલોમીટર અધેવાડા ગામ થી 1 કિલોમીટર અંદર ઝાંઝરિયાં હનુમાનજી ના ચરણોમાં થયેલું હતું. તેમના માતાનું નામ શિવકુંવારબા અને પિતાનું નામ હરીદાસજી હતું. બાપા ના માતા તેમના પિયર માલપર જઈ રહ્યા હતા.

એ સમયે નદીની આસપાસ બે ત્રણ બહેનો કપડાં ધોતી હતી. તેઓ બજરંગદાસ બાપા ના માતાની પાસે આવ્યાં. જે એક બહેનને દૂધીબહેનને બોલાવી લાવ્યા અને માતાજીને ગામની અંદર આવવા જણાવ્યું. એ સમયે માતાજીએ ગામમાં આવવાની ના પાડી દીધી હતી.

માતાજીએ ઝાંઝરિયા હનુમાન તરફ લઇ જવા માટે કહ્યું અને ત્યાં પોહચતા માતાએ હનુમાનને પ્રણામ કર્યા અને હનુમાનજી મંદિર સામે એક ઓરડીમાં વિસામો કરવા બેઠા હતા ત્યારે બાપાનું પ્રાગટ્ય થયું અને બહેનોએ માતાજીની સેવા કરી હતી.

જલારામ બાપા શ્રી નું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું. તેમનુ કુળ રામાનંદ હતું. નાનપણમાં જ બાપાના પિતાનું અવસાન થતાં તેઓ વિચારતા વિચારતા વલસાડ તરફ આવ્યા હતા. જ્યારે બાપા વલસાડમાં ઔરંગા નદી કિનારે ઝાડ નીચે બેઠા હતા ત્યારે બાપુ ખાખ ચોકવાળાની જમાત સાથે તેઓ જોડાઈ ગયા હતા.

આ જમાત નાસિકના કુંભ મેળામાં જઈ રહી હતી. જંગલમાંથી પસાર થતી વખતે બાપા એક બાવળના ઝાડ નીચે બેસી ગયા અને સીતારામ સીતારામ નો જપ કરવા લાગ્યા. અચાનક જ વાઘોનું ટોળું ત્યાં આવી ગયું અને બાપાએ બજરંગદાસ ને બોલાવવા કહ્યું. બજરંગદાસ બાપા ત્યાં પધાર્યા અને વાઘના ટોળાની વચ્ચે ઊભા રહીને નૃસિંહ પરમાત્માની સ્તુતિ કરી અને એ વાઘોનું ટોળું ત્યાંથી શાંતથી ત્યાંથી ચાલ્યું ગયું.

પરમ પૂજય બજરંગદાસ બાપાએ ભાવનગરના મહુવા તાલુકામાં બગદાણા પાસે પોતાનું નિવાસ સ્થાન બનાવ્યું હતું. ત્યાં બગદેશ્વર મહાદેવજીની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી હતી. આ આશ્રમ માં દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. દર માસની પૂનમે લોકો પૂનમ ભરવા અહીં દર્શન કરવા માટે પધારે છે.

બાપાને ભગવાન રામમાં અપાર શ્રદ્ધા હતી તેથી તો તેઓ સીતારામ સીતારામનો જાપ જપ્યા કરતા હતા. બાપા બાંકડા પર પોતાનું આસન જમાવીને પાણીનું એક માટલું અને ગ્લાસ લઇને બેસતા હતા અને બાજુમાં ધૂણી ધખાવતા હતા. આ રીતે બાપા લહેર કરતા હતા અને બાપા ઘણીવાર બગદાણાથી ભાવનગર પણ પધારતા હતા.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.