અરે બાપરે / ચાલુ ટ્રેનમાંથી નીચે ઉતરતી વખતે અચાનક થયું એવું કે યુવક ટ્રેન નીચે કચડાયો, જુઓ પરિવાર પણ જોઈને ઓળખી ન શક્યો : જુઓ દર્દનાક વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ટ્રેન સાથે નો અકસ્માત ખૂબ જ ભયંકર હોય છે. કારણ કે કોઈ એક વ્યક્તિ માટે ટ્રેન ચલાવનાર સમગ્ર ટ્રેન ને ખતરામાં રાખી શકતો નથી. મુંબઈમાં ટ્રેનની વધારે પડતી અવર-જવર થતી હોય છે. કારણ કે નાના શહેરમાં વસ્તી વધારે હોવાના કારણે મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે…

મુંબઈમાં દર વર્ષે હજારોની સંખ્યામાં રેલવે અકસ્માત સામે આવે છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પણ પામે છે. તેમજ ઘાયલ પણ થતા હોય છે. હાલ મુંબઈમાં જ ટ્રેનમાં ચઢતી ઉતરતી વખતે એક વ્યક્તિ અકસ્માતનો ભોગ બન્યો છે. જેનો સીસીટીવી વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયો જોયા બાદ તમે પણ હૈયા ઉપર હાથ મૂકી દેશો કે આ શું થઈ રહ્યું છે.. વીડિયોમાં સ્ટેશન પ્લેટફોર્મ દેખાઈ રહ્યું છે. જે મુંબઇના બોરીવલી સ્ટેશન હોવા નો સામે આવ્યું છે. અહીં એક વ્યક્તિ બાંદ્રા થી નિઝામુદ્દીન એક્સપ્રેસ ટ્રેનમાં બોરીવલી ખાતે જઇ રહ્યો હતો. આ યુવક રેલવેમાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે.

બોરીવલી સ્ટેશન ઉપર આ ટ્રેન ઉભી રહેવાની નહોતી. એટલા માટે આ વ્યક્તિ ચાલતી ટ્રેનમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પરંતુ ટ્રેન ખૂબ ગતિમાન હતી છતાં પણ તે ચાલતી ટ્રેનમાંથી ઉતારવાનો નિર્ણય બનાવી ચુક્યો હતો. એટલા માટે તેણે એવો ટ્રેનમાંથી ઉતારવાનો પ્રયત્ન કર્યો કે તેને એક ભયંકર અકસ્માતમાં સામનો કરવો પડ્યો હતો..

તેણે પ્લેટફોર્મ ઉપર પહેલું ડગલું માંડતાની સાથે જ તેનો પગ પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ની જગ્યા માં આવી ગયો હતો. પરિણામે તેનું આખું શરીર પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાઈ ગયું હતું. જેના કારણે તેનું દર્દનાક મૃત્યુ થયું છે. રેલવે અકસ્માતોની વાત કરીએ તો 2018માં મુંબઈમાં કુલ ત્રણ હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો.

જ્યારે 3500 લોકો ઘાયલ થયા હતા. દિવસેને દિવસે આંકડો વધતો જાય છે. લોકોની રેલવે પ્રત્યેની સમજ ધીમે ધીમે દૂર થતી હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે રેલવેમાં મુસાફરી કરવી એમાં શિસ્તબધ બનીને રહેવું પડે છે. પરંતુ અશિસ્તતાને કારણે લોકો અકસ્માતનો ભોગ બની જતા હોય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *