દારૂબંધીના લીરેલીરા ઉડ્યા / વડોદરામાં યુવકે જાહેરમાં દારૂની 3 બોટલ હાથમાં લઇને રોડ પર ભવાડા કર્યા, પછી કહ્યું એવું કે જાણીને ભલભલા ચક્કર ખાઈ જશે : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ વડોદરા

ગુજરાતમાં દારૂબંદી ખાલી કાગળ અને વાતોમાં જ છે ત્યારે વડોદરા શહેરમાં દારૂબંધીના લીરા ઉડાડતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં રાવપુરા વિસ્તારમાં એક યુવક દારૂ (વોડકા)ની ત્રણ બોટલ હાથમાં લઇને પોતાનું વર્ચસ્વ બતાવવાની કોશિશિ કરી રહ્યો છે. પોલીસે આ યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસીપી ડી ડિવિઝન દ્વારા સોશિયલ મીડિયામાં જે વીડિયો વાઇરલ થયો છે, તેમાં પોલીસ સામે જે આક્ષેપ કરવામાં આવ્યા છે, તે મામલે તપાસ કરવામાં આવશે.

ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ગત મોડી રાત્રે વડોદરાના રાવપુરા વિસ્તારમાં દર્શન ચીમનભાઇ સોલંકી નામના યુવકે વિશ્વામિત્રી બ્રીજ પાસે ગુજરાત ટ્રેકટર કંપનીની સામે જાહેર રોડ પર હાથમાં વોડકા દારૂની ત્રણ બોટલ લઇ હંગામો મચાવ્યો હતો. આ અંગેનો વીડિયો પણ વાઇરલ થયો છે.

જેમાં દારૂની બોટલો હાથમાં રાખી દર્શન કોઇ મહિલાને કહી રહ્યો છે કે, મને એ કહે છે કે એક નંગ મારા ત્યાંથી ન જવો જોઇએ, તો મેં એને કહ્યું કે, તું આ વસ્તુ ખોટી કહે છે. એક નંગ નહીં આખી પેટી લઇને જઇશ. મારે ખાલી એને બતાવવું છે કે, હું ચીમનો છોકરો છું. એ મને કહે છે કે તારી તાકાત નથી એક નંગ લઇને જવાની. પણ જો હું ખુલ્લેઆમ ત્રણ નંગ લઇને ઉભો છું. જ્યારે એક મહિલા કહે છે કે, તને એની સાથે શું દુશ્મની છે? ત્યારે દર્શન કહે છે કે મારી પાસે આખુ રેકોર્ડિંગ છે, એ એવું બોલ્યો કે રાવપુરામાં હું ભરણ આપુ છું.

સમગ્ર વીડિયોમાં દર્શન નામનો યુવક એક મહિલા સાથે દારૂના વેચાણ લઇને થતાં વિવાદ અંગે વાત કરતા નજરે પડી રહ્યા છે. તેમજ રાવપુરા પોલીસને ભરણ અપાતું હોવાની વાત કરે છે.

રાવપુરા પોલીસે ગત રાત્રે જ હાથમાં દારૂની ત્રણ બોટલો લઇને હંગામો મચાવી રહેલા દર્શન ચીમનલાલ સોલંકી (રહે. વિશ્વામિત્રી ટાઉનશીપની બાજુમાં, વલ્લભ કોમ્યુનિટી હોલ, માંજલપુર)ની ઇંગ્લિશ દારૂ વોડકાની ત્રણ બોટલ સાથે ઝડપી લીધો હતો.

ઉલ્લેખનીય છે કે અગાઉ રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફની બદલી દારૂના એક કેસમાં મુદ્દામાલ મળવો અને ઓરોપી ન ઝડપાવા મામલે કરવામાં આવી હતી. ત્યારે હવે ફરીએકવાર રાવપુરા પોલીસ સ્ટેશન દારૂના જ કેસમાં અને તે પણ જાહેર વીડિયોમાં ભરણ અપાતું હોવાનો ઉલ્લેખ સાથેનો વીડિયો વાયરલ થયો છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/24/28-vadodara-darubandhi-lirelira-rohit-shailesh_1648130415/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.