ગ્રીષ્મા હત્યા કેસની કોપી ટુ કોપી / સુરતની જેમ અમદાવાદમાં ગ્રીષ્માની માફક એકતરફી પ્રેમમાં યુવકે યુવતીને છરીના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરી : જુઓ હચમચાવી દે તેવા CCTV ફૂટેજ

ટોપ ન્યૂઝ અમદાવાદ

સુરત હોય કે રાજકોટ, વડોદરા હોય કે અમદાવાદ ગુજરાતમાં શહેર હોય કે ગામ જ્યાં જુઓ ત્યાં મહિલાઓની સુરક્ષા સામે સતત સવાલો ઉઠે તેવા બનાવો સામે આવે છે. તેમાં પણ સુરતની ગ્રીષ્માની હત્યા બાદ ગૂનેગારો બેફામ બન્યાં હોય તેવી સ્થિતિ છે. પ્રેમ સંબંધ મુદ્દે મહિલાઓની હત્યાના બનાવ અટકવાનું નામ લેતું નથી. અમદાવાદના માધુપુરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિને પણ મહિલાની કરપીણ હત્યાનો બન્યો છે. ઝનૂની પ્રેમીએ પોલીસ સ્ટેશનથી 100 મીટરના અંતરે જ પરિણીત પ્રેમિકાને રહેંસી નાંખી હતી. આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. ઘટનાસ્થળેથી નાસી છૂટેલા હત્યારાએ ઘરે જઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પ્રેમિકાની જાહેરમાં હત્યા કર્યા બાદ હત્યારો પોતાના ઘરે દોડી ગયો હતો અને ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હત્યારો નરેશ આત્મહત્યા કરે તે પહેલા પરિવારજનોએ તેને બચાવી લીધો હતો અને તે ઘરેથી ભાગી ગયો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો.

અમદાવાદ શહેરમાં સુરતની ગ્રીષ્માની હત્યા જેવી ઘટના બની છે. અહીંયા એક પ્રેમીએ તેની પ્રેમિકાને જાહેરમાં છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો બનાવ વુમન્સ ડેના દિવસે બને છે. એક તરફ પોલીસ પેટ્રોલિંગની વાતો કરી રહી છે, તેવા સમયે જાહેરમાં અને એ પણ પોલીસ સ્ટેશનના સો મીટરના અંદર હત્યાનો બનાવ બનતા લોકોની સુરક્ષાને લઈને સ્થિતિ કથળી હોય તેવું સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે.

ઝનૂની પ્રેમીએ ઉપરાછાપરી કથિત પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરી દીધી હતી. હત્યાના બનાવ બાદ પરિસ્થિતિ એટલી ખરાબ બની કે મહિલાની લાશને એમ્બ્યુલન્સના આવતા ટેમ્પામાં લઈ જવાની ફરજ પડી હતી. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે. બીજી તરફ આ વિસ્તારમાં ગુનેગારોએ માથું ઉચક્યું હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે. તેવા સમયે સ્થાનિક પોલીસનો વિસ્તારમાં સહેજ પણ પ્રભાવ ન હોવાનું સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે.

આરોપી નવીન રાઠોડ તેમજ મૃત્યુ પામનાર મહિલા આશાબેન બોડાણા બને એક જ વિસ્તારમાં રહે છે. જેના કારણે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તે દરમિયાન આ યુવકને આશાબેન સાથે એક તરફી પ્રેમ થયો હતો જોકે આ મહિલાએ તેના બે બાળકો હોવાથી પ્રેમ સંબંધ રાખવાની મનાઈ કરી હતી. જેના કારણે આ યુવક નવીન રાઠોડે હત્યાનો પ્લાન બનાવ્યો હતો. આશાબેન બોડાણા માધવપુરા વિસ્તારમાં આવેલ જોગણી માતાના મંદિર પાસે શાક લેવા ઉભા હતા ત્યારે પાછળથી આવીને એક પછી એક પાંચથી વધારે છરીના ઘા ઝીંકી જાહેરમાં તેની હત્યા કરી હતી.

માધુપુરા પોલીસ સ્ટેશન સતત વિવાદમાં રહ્યું છે, ત્યારે આજે પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટર દૂર એક મહિલાની જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવાની ચોંકાવનારી ઘટના બની છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો માથું ઊંચકી રહ્યા હતા. પણ સ્થાનિક પોલીસ તેને શરણું આપી રહી હોય તેમ મોટા કરી રહી હતી. હવે જાહેરમાં મહિલાની હત્યા અને એ પણ વુમન્સ ડેના દિવસે બની છે. તે શહેર પોલીસ માટે ખૂબ શરમજનક બાબત છે.

( જાહેરમાં હત્યાનો LIVE વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/08/25-ahmedabad-murder-prakash-shailesh2_1646756497/mp4/v360.mp4 )

આ અંગે ઉચ્ચ અધિકારીઓને VS24 NEWS જણાવ્યું હતું કે, આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઈ છે. જેમાં નવીન નામના યુવકે આશા નામની તેની પ્રેમિકાને ઝઘડો થતાં મોતને ઘાટ ઉતારી દીધી છે. હાલ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે, જેને પકડવા માટે અલગ અલગ ટીમ કામ કરી રહી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.