BREAKING NEWS / વિદ્યાર્થી નેતા યુવરાજસિંહનો ઉર્જા વિભાગના ભરતી કૌભાંડ અંગે વધુ એક મોટો ધડાકો કર્યો : જુઓ વિડિઓ

ગુજરાત ટોપ ન્યૂઝ

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને આજે એક મોટો ખુલાસો કર્યો છે. આજે ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે વધુ એક ધડાકો કરીને ખળભળાટ મચાવ્યો છે. ઊર્જા વિભાગની ભરતી કૌભાંડમાં યુવરાજસિંહે આજે વધુ વચેટિયાના નામ જાહેર કરતા ખળભળાટ મચ્યો છે. યુવરાજસિંહે જણાવ્યું છે કે દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિઓ મુખ્ય કૌંભાડી છે અને તેમણે પોતાના પરિવારના 45 લોકોને ખોટી રીતે સેટિંગ કરીને નોકરી અપાવી છે. તેમજ ખોટી રીતે ભરતી થયેલા હાલ ફરજ પર છે. યુવરાજે જણાવ્યું છે કે તમામ કૌભાંડના આધાર – પુરાવા ઉપલબ્ધ છે. તથા હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો છે. તેમણે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા અને SIT સમિતિ રચી તપાસ કરવા જણાવ્યું છે.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે અગાઉ મેં ઉર્જા વિભાગની ભરતીમાં વાત કરી હતી, એ સ્કેમ અત્યારે જે ચલાવે છે, તેમાં પરિવારવાદ, ઓળખાણવાદ ચાલે છે. હું આગામી સમયમાં આ કૌભાંડમાં અન્ય બીજા નામ આપીશ. ઉર્જા વિભાગમાં તમામ પરિવાર અને સગાઓ સ્કેમ કરી ફરજ બજાવી રહ્યા છે. જેમાં મૂળ વ્યક્તિ દિલીપ ડાહ્યા પટેલ, ગળતેશ્વર, ઈટાળા પ્રાથમિક શાળાના શિક્ષક જેમના ત્રણ લોકોનો સમાવેશ થાય છે. દિલીપ પટેલના ભાઈ વિજય પટેલ છે. જ્ચારે ધર્મેન્દ્ર પટેલ, બાયડમાં રહે છે, અને તેઓ વચેટિયા છે. વિજય પટેલ, સ્વેત પટેલ પણ વચેટિયા છે.

યુવરાજસિંહે જણાવ્યું હતું કે ધર્મેન્દ્રભાઈના પત્ની કૃપલ બેન UGVCL માં નોકરી કરે છે અને તેઓ બાયડમાં જુનિયર આસિસ્ટન્ટ છે. દિલીપ ડાહ્યા પટેલનો દીકરો ઉત્પલ પટેલ, જેટકોમાં એમના પુત્રવધુ શિખા પટેલ, થર્મલ જેટકોમાં નોકરી કરે છે. ઉત્પલનો સાળા પણ તેમાં જ નોકરી કરે છે. એમ મળીને કુલ સગા સંબંધીઓના 45 લોકોને ઉર્જા વિભાગમાં ખોટી રીતે લગાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારના 45 લોકોને નોકરી આપવામાં દિલીપ ડાહ્યા પટેલની મુખ્ય ભૂમિકા હોવાની વાત જણાવી છે. દિલીપ ડાહ્યા પટેલનો જમાઈ પણ લીંબડીમાં નોકરી કરે છે અને તે જુનિયર આસિસ્ટન્ટ અને એન્જીનીયરીંગ તરીકે કાર્યરત છે.

યુવરાજે જણાવ્યું હતું કે, પરિવારના 45 લોકોને નોકરી માટે પરીક્ષાઓ ઓનલાઇન થઈ હતી. જેમાં મોટી ગરબડ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. યુવરાજસિંહે જણાવ્યું કે તે તમામ કમ્પ્યુટર જપ્ત કરવામાં આવે. એ સિસ્ટમમાં સેટિંગ હોય ત્યાં પરીક્ષા આપવા જાય છે. એક વિદ્યાર્થી 5 ફોર્મ ભરે છે અને પરીક્ષા આપવા સુરત જાય છે.

યુવરાજે બાયડના અરવિંદ પટેલનું અગાઉ નામ આપ્યું હતું, એમનો પુત્ર જતીન અરવિંદ પટેલ આણંદ geb માં બીજો પુત્ર શ્રેય હાલ કાલુપુર અને પત્ની દાહોદમાં નોકરી કરે છે. એમનો ભાઈ પણ વહીવટદાર તરીકે કાર્યરત હોવાનું જણાવ્યું છે. એટલું જ નહીં, એમની ભત્રીજી હેપ્પી પટેલ, ચોઈલામાં નોકરી કરતી હોવાનું જણાવ્યું છે. અરવિંદ ભાઈએ તેમના સગાને ઉર્જામાં નોકરી અપાવી છે. મારી પાસે તમામના નામ, પુરાવા અને નોકરી કર્તાઓ સાથે પણ મેં વાત કરી છે, જેની ઓડિયો મારી પાસે ઉપલબ્ધ છે.

આ સમગ્ર કૌભાંડ મામલે મારી માન્ય હર્ષ સંઘવી અને સીએમ ભૂપેન્દ્ર પટેલને વિન્નતી કરીએ છીએ કે સત્ય લાવવા એક SITની રચના કરવામાં આવે. અને તેમાં દિલીપ અને અરવિંદભાઈની સંપત્તિની પૂછપરછ કરાવે. 8 કરોડ કેવી રીતે આવ્યા એ કેવી રીતે બન્યું? જેવા અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે હેડ કલાર્કમાં પીનાકીન બારોટની નામ આવ્યું હતું એ ઉર્જા વિભાગના સ્કેમમાં પણ હતા. Mgvcl ની ભરતીમાં કચ્છની યુવતિના સંપર્કમાં આવ્યા અને 16 લાખ કેશ આપ્યા હતા એ ભરતીમાં સેટિંગ ના થયું અને જેટકોમાં થઈ જશે એવું આશ્વાસન આપ્યું તે ઓડિયો મારી પાસે છે અને હું પુરાવા તરીકે આગામી સમયમાં આપીશ. મારી પાસે રૂપિયાની લેતી દેતીના અનેક પુરાવા છે. નોકરીઓમાં પરિવાર અને ઓળખાણવાદ જે ચાલે છે એમાં સરકારને વિનંતી છે કે તમામને પકડવામાં આવે. ગઈ વખતે સમાજને લઈને મેં કહ્યું હતું પણ સમાજની લાગણી દુભાય તો માફી માંગુ છું, ધ્યેય માત્ર વિદ્યાર્થીઓનું હિત છે, ભ્રષ્ટ લોકો સિસ્ટમમાં ના આવે એ હેતુ છે.

તેમણે જણાવ્યું હતું કે, સરકારી નોકરીઓમાં થતા સેટિંગ મામલે આપણે સાથે મળીને આ લડાઈ લડીએ, કેમકે કેટલાકને જ આ લાભ મળે છે. ઘણા રૂપિયા ઉપર સુધી જાય છે. તેમણે જણાવ્યું કે દિલીપ પટેલની ઉર્જાના અધિકારી સાથે સીધી ઓળખાણ છે. Mgvcl અને ugvcl ના ઉચ્ચ અધિકારીઓ સાથે એ મળે છે. આ વિશે સચોટ માહિતી મળ્યા બાદ એ નામ આપીશું, એ નામ અમારી પાસે છે, પણ ક્રોસ વેરીફાય કર્યા બાદ નામ આપીશું. એ સમયના md, agm કે એક્ઝિકીટિવ એ પોસ્ટ પર હોય છે, એમના દ્વારા કૌભાંડ થાય છે. હું કોઈ એક સમાજની વાત કરતો નથી, મોટાભાગના તમામ સમાજમાં આવા દુષણો છે. અત્યાર સુધી 108 લોકો ગેરરીતિથી સિસ્ટમમાં આવી ગયા છે. ક્રોસ વેરીફાય કરી રહ્યા છીએ. આધાર મળતા જ નામ આપીશ.

(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://www.facebook.com/watch/?v=475454443961072 )

તેમણે ઉમેર્યું હતું કે અત્યારે જે ઓનલાઇન પરીક્ષામાં છે એ nseit દ્વારા થાય છે. એ કમ્પ્યુટર જપ્ત કરે તો તાત્કાલિક લિંક પકડાઈ જાય તેમ છે. એમના લોકોને એમના લોકો તપાસ કરશે તો કઈ નહીં મળે. આ સમગ્ર તપાસ CBIથી કરાવે તો સરકારને કંઈક મળશે. તમામ સંડોવાયેલા લોકોની ઇન્કમ ટેક્સ સંપત્તિ પર તપાસ કરાવે. લોકો લાજવાની જગ્યાએ ગાજી રહ્યા છે. અવધેશ પટેલની સીધી ભૂમિકા હિરેનભાઈ સાથે છે. એ દિવસની પ્રેસ બાદ એ સાંજે કમલમ ખાતેનો ફોટો છે, જે તેમને cctv થી માહિતી મળશે. જેમાં ઉર્ફે પિન્ટુ એ તમામ લોકોને છાવરવામાં મદદ કરે છે. મારી પાસે સબૂત છે, અમે રાજકીય પક્ષ સામે નથી, સડો દૂર કરવા ઇચ્છીએ છીએ.

યુવરાજસિંહના ટ્વીટથી મચ્યો હતો ખળભળાટ
ઉર્જાવિભાગ ભરતીકાંડમાં આક્ષેપનો મામલે એક બાદ એક આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મોટા ખુલાસા કરી રહ્યા છે ત્યારે તેમણે થોડા દિવસ અગાઉ ટ્વીટ કરી લખ્યું હતું કે પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત……. #વ્યાપમ_નહીં_મહા_વ્યાપક. આ જોતાં તો લાગી રહ્યું છે કે યુવરાજસિંહ કઈક મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યા છે.

યુવરાજના અગાઉના આક્ષેપ
યુવરાજસિંહે આરોપ લગાવતા જણાવ્યું હતું કે રાજ્યના ઉર્જા વિભાગના UGVCL, PGVCL, DGVCLમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે. જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની સંડોવણી છે. કુલ 11 વિદ્યાર્થીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર આરોપ છે. રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ પર આક્ષેપ છે. જ્યારે બાબુ પટેલ, જીગીશા પટેલ પર ગેરરીતિથી પાસ થવાનો આરોપ છે. અને શરૂઆતમાં ટોકન અને ત્યારબાદ બાકીની રકમ અપાય છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.